ટુટી ફ્રુટી કપ કેક

  • ટુટી ફ્રુટી કપ કેક
    ટુટી ફ્રુટી કપ કેક


: સામગ્રી :
1/2 કપ મેંદો
100 ગ્રામ ક્ધડેન્સ મિલ્ક
1/2 ટી સ્પુન બેકીંગ સોડા
1/4 ટી સ્પુન સોડા
2 ટેબલસ્પુન બટર
1/2 ટી સ્પુન વેનીલા એસન્સ
1/2 કપ ગરમ દુધ અથવા પાણી
1 ટેબલ સ્પુન જુદા જુદા કલરની ટુટી ફ્રુટી
ડેકોરેશન માટે ચેરી
: પદ્ધતિ :
* મેંદો, બેકિંગ પાવડર, સોડા, પાવડર બધુ મિક્સ કરી ત્રણથી ચાર વાર ચાળી લો
* ક્ધડેન્સમિલ્ક, બટર વેનીલા એસન્સ મિક્સ કરી બ્લેન્ડર થી એકદમ ફીણી લો
* આ મિશ્રણમાં મેંદાવાળુ મિશ્રણ છે. એ ધીમે ધીમે મિક્સ કરતા જાવ અને થોડુ હુંફાળું દુધ કે પાણી ઉમેરી બ્લેન્ડરથી મિક્સ કરતા જાવ
* આમ બન્ને મિશ્રણ મિક્સ કરી દો
* કપ કેક બટર પેપર લઇ તેના પર બટર લગાવી લો તેના પર મેંદો છાંટી ગ્રીસ કરી લો.
* દરેક મોલ્ડમાં થોડું થોડું મિશ્રણ રેંડી બેક કરો
* ઓવન અને ગેસ પર બન્ને રીતે કેક કરી શકશો
* જો ઓવન વગર કરવી હોય તો એલ્યુમિનીયમની તપેલી કે કુકર 10 મીનીટ ગરમ કરી લો આ પ્રિહિટેડ વાસણમાં દરેક મોલ્ડ મૂકી દો
* 1 મિનીટ ફાસ્ટ ગેસ અને ત્યાર બાદ 20 મિનીટ સ્લો ગેસ પર રાખો
* મોલ્ડ ઠંડા થાય એટલે ઉલ્ટુ કરી કાઢી લો
* ઓવનમાં બનાવવી હોય તો 160ં એ ઓવનને પ્રિહીટ કરો અને ત્યાર બાદ 20 મિનીટ માટે બેક કરો
* હવે આઇસીંગ કરો
* પ્લાસ્ટિક કપમાં તૈયાર થયેલ કેક મૂકી તેના પર વ્હીપડ ક્રીમ વડે આઇસીંગ કરો તેના પર ચેરી ટુટી ફ્રુટી વડે ડેકોરેશન કરો
વેરીએશન
* કપ કેકની બદલે કેક બનાવવા માટે પણ આજ રીત થશે
* ચોકલેટ ફ્લેવર માટે કોકો પાવડર ચોકલેટ પાવડર મિક્સ કરો
*જો ફ્રુટની ફલેવર બનાવવી હોય તે એસન્સ ઉપરાંત જે તે ફ્રુટ પલ્પ ઉમેરી શકાય ઉપરાંત આઇસીંગ કરતી વખતે તેના પીસ મૂકી શકાય
* સ્ટ્રોબેરી, પાઇનેપલ, કીવી વગેરે ફ્રુટનો ઉપયોગ કરી શકાય
- જીનલ શાહ

« Previous Next »