સીઝલર

  • સીઝલર
    સીઝલર


સામગ્રી
- 1 કપ બાસમતી ચોખા
- 1 કપ પાસ્તા અથવા કટમેક્રોની
- 2 કપ મિસક વેજીટેબલ (ગાજર ફલાવર, ફણસી વટાણા)
કટલેસ માટે
500 ગ્રામ બટેટા, (ગાજર, વટાણા)
2 ટેબલસ્પુન બ્રેક્રમ્સ
1 ટેબલસ્પુન આદુ મરચાની પેસ્ટ મીઠુ સ્વાદ મુજબ
- 500 ટમેટા મીડિયમ સાઈઝ
- 4થી 5 કેપ્સીકેમ મીડીયમ સાઈઝ
- 250 ડુંગળી
- 1 પેકેટ બટર
- 8થી 10 કળી લસણ
- મીઠુ ઓરંગાનો, મરીપાવડર, ચીલીફલેકસ સ્વાદઅનુસાર
- ટોમેટો સોસ, ચીલી સોસ સ્વાદઅનુસાર
- કોબીના મોટાપાન
પધ્ધતી
છુટ્ટા ભાત બનાવો 1 ચમચી બટર મુકી તેમાં સહેજ હળદર આદુ મરચાની પેસ્ટ મીઠુ અને સહેજ લીંબુ નાખી લેમન રાઈસ બનાવી લો.
પાસ્તા અથવા કટ મેક્રોનીન કુકરમાં એક કે બે સીટી લઈ બાફી લો તેમાં તેલ અને મીઠુ લગાવી લો જેથી પાસ્તા એક બીજા સાથે ચોટશે નહીં.
1/2 ટી સ્પુન બટર ગરમ કરી પાસ્તા સાંતળી લો
ફલાવર ગાજર વટાણા વગેરે લાંબા અને પાતળા કાપો તેને ઉકળતા પાણીમાં 5 મિનિટ રાખી કાઢી લો.
1/2 ટી સ્પુન બટર ગરમ કરી બધા શાકભાજી સાંતળી લો તેના પર મીઠુ, ચીલી ફલેકસ, ઓરેગાનો નાખી મિકસ કરી દો
બટેટાની લાંબી ચિપ્સ કાપી તળી લો. બટર પેપર પર મુકી દો જેથી વધારાનું તેલ શોષાઈ જશે. તેના પર મીઠુ ઓરંગાનો ચીલી ફલેકસ છાંટી દો.
બટેટા બાફી તેમાં બાફેલા વટાણા, બાફેલ ગાજર કોર્નફલોટ અથવા બ્રેડક્રમ્સ, મીઠુ મરી આદુ મરચાની પેસ્ટ નાખી મિકસ કરી લંબગોળ શેઈપ આપી તળી લો.
આમ કટલેસ બનાવી લો. થોડો માવો સ્ટફડ ટમેટા બનાવવા માટે રાખો.
સ્ટફડ ટમેટો : ટમેટાને ઉપરથી સહેજ કાપી અંદરથી બધો પલ્પ કાઢી લો તેમાં કટલેસનો માવો ભરી દો.
સ્ટફડ કેપ્સીકમ : કેપ્સીકમ પર તેલ કે બટર લગાવી છરી કે કાંટામાં લઈ ગેસ પર શેકી લો તેમાં લેમન રાઈસનું ફીલીંગ ભરી લો.
ગ્રેવી બનાવવા : ટમેટાને ઉકળતા પાણીમાં બે મિનિટ રાખી છાલ કાઢી લો. તેને બ્લેન્ડરમાં ફેરવી પલ્પ કરો. આદુ મરચા ડુંગળી લસણ મિકસરમાં ફેરવી પલ્પ કરો. આદુ મરચા ડુંગળી લસણ મિકસરમાં ફેરવી લો. 1 ટીસ્પુન બટર ગરમ કરો તેના ડુંગળી લસણ વાળુ મિશ્રણ નાખી ચડવા દો ત્યારબાદ તેના ટોમેટો પલ્પ નાખી મીઠુ, મરી, ઓરેગાનો, ખાંડ, પીલીફલેકસ નાંખી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો.
સીઝલર બનાવવા
- સીઝલર પ્લેટને સ્લો ગેસ પર મુકી બટર લગાવી સાઈડમાં કોબીના પાન પાથરી દો
- સીઝલર પ્લેટની કિનારીથી લેયર બનાવવાનું શરૂ કરો સૌપ્રથમ એક સ્ટફડ ટોમેટો, એક કેપ્સીકમ એક કટલેસ ફરી સ્ટફડ ટોમેટોએ રીતે રીપીટ કરી લાસ્ટ લેટર બનાવો.
- સહેજ બટર નાખી થોડા ગ્રેવી નાખી તેને ફર્સ્ટ લેયરની કિનારી બાજુ સ્પ્રેડ કરી દો.
- થોડી પોટેટો ચીપ્સ વચ્ચે મૂકી સાંતળી તેને ટોમેટો વાળા લેયર બાજુમાં સેક્ધડ લેયર ચીપ્સનું બનાવો.
- એજ રીતે થોડુ બટર નાખી પાસ્તા, મેક્રોની મિકસ કરી થર્ડ લેયર બનાવો.
- ત્યારબાદનું લેયર મિકસ વેજીટેબલનું બનાવો.
- ફરી વચ્ચે બટર મુકી ગ્રેવી નાખી તેને મિકસ વેજીટેબલના લેયર તરફ સ્પ્રેડ કરી દો.
- બાકી વચ્ચે રહેતી જગ્યામાં થોડી ગ્રેવી નાંખી વધેલા પાસ્તા મેક્રોની મિકસ કરી દો
- બધા લેયર પુરા થઈ જાય. આખી સીઝલર ટ્રે પુરી થઈ જાય એટલે તેના પર ચીઝ ખમણીને પાથરી દો
- સીઝલર ટ્રેને ઢાંકીને 5થી 7 મિનિટ ચડવા દો.
- 1 ચમચી જેટલુ બટર અને પાણી મિકસ કરી કોબીના પાન નીચે
નાંખી દો.
- સીઝલર રેડી છે ગરમ ગરમ પીરસો.
વેરીએશન માટે
જૈન બનાવવા - બટેટાની જગ્યાએ કાચાકેળાનો ઉપયોગ કરી શકાય
પાસતા મેક્રોની ઘઉંના લોટની મળે છે તેનો ઉપયોગ કરી શકાય
ગ્રેવીમાં ડુંગળી લસણને બદલે લીલા મરચાની પેસ્ટ નાખવી
ચીઝના બદલે પનીરનો ભુકો કરી તેમા સહેજ મીઠુ ઉમેરી છાંટી શકાય
ડાયેટ સીઝલર માટે ઓલીવ ઓઈલ વાપરી શકાય
- પ્રો. ચાર્મી બદાણી

« Previous Next »