વેજ રીંગ

  • વેજ રીંગ
    વેજ રીંગ


સામગ્રી:-
1 પેકેટ બ્રેડ
1/2 કપ પનીર
1/4 કપ ઝીણા સમારેલ કેપ્સીકમ
1/4 કપ ઝીણા સમારેલ ટમેટા
1 ટી. સ્પુન લીલા મરચા (ઝીણા સમારેલ)
1/2 ટી. સ્પુન ચીલી ફલેકસ
1/2 ટી. સ્પુન ઓરેગાનો
1/2 કપ ટોમેટોસોસ
સ્વાદ પ્રમાણે મીઠું મરી
પેસ્ટ માટે:-
1/4 કપ બટર
1/2 કયુબ ચીઝ
1 ટેબલ સ્પુન ટોમેટો સોસ
* સૌ પ્રથમ 1/2 પેકેટ બ્રેડને રાઉન્ડમાં કાપી લો.
* બીજા 1/2 પેકેટનો બ્રેડ રાઉન્ડ કાપી તેનાથી અંદર બીજુ નાનુ રાઉન્ડ કાપો એટલે રીંગ તૈયાર થશે.
* પનીર માં કેપ્સીકમ ટમેટા લીલા મરચા, મરી, મીઠુ, ઓરેગાનો, ચીલીફલેકસ, કોથમીર નાખી બધુ મિક્સ કરી લો.
* આ મિશ્રણમાં ખમણીને ચીઝ મીક્સ કરી લો આમ સ્ટફીંગ તૈયાર થશે.
પેસ્ટ બનાવવા:-
બટર, ચીઝ અને રેસીપી ટોમેટો કેચઅપ નાખી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો.
* રાઉન્ડ કાપેલ બ્રેડ પર ઉપરથી પેસ્ટ લગાવો તેના પર બ્રેડની રીંગ મુકો વચ્ચેના ભાગમાં તૈયાર કરેલુ સ્ટફીંગ મુકી દો. આ રીતે બધી જ રીંગ તૈયાર કરી લો.
* તૈયાર કરેલ રીંગને ઓવનમાં 5 મીનીટ માટે બેક કરી લો અને ગરમા ગરમ પીરસો.

« Previous Next »