ખાઉસ્વે

  • ખાઉસ્વે
    ખાઉસ્વે

-: સામગ્રી :-
* કોકોનેટ કઢી માટે
1 શ્રીફળ
1 ચમચી ચણાનો લોટ
1 ચમચી તેલ
1 ટમેટુ
1/2 ટી સ્પુન સુકા મરચાનો પાવડર
* રોટલી માટે
1 કપ ઘઉ
1 કપ મેંદો
સ્વાદ પ્રમાણે મીઠુ, તળવા માટે તેલ
* સલાડ માટે
1/2 કપ કોબી ખમણેલી
1 કાકડી ઝીણાપીસ
1 લીલી ડુંગળી ઝીણાપીસ
1 ટમેટુ ઝીણાપીસ
* અન્ય
1 કપ વાલ
1/2 પેકેટ સ્પેગેટી
2 ડુંગળી
10 થી 12 લસણની કળી
2 કપ મિક્સ વેજીટેબલ
(ફલાવર, ગાજર, વટાણા, બટેટા, ફસણી, દુધી)
-: પધ્ધતિ :-
* કોકોનેટ કરી:
નાળીયેર ને ખમણી પાણી નાખી મીક્સરમાં પીસી દુધ કાઢી લો
તેમાં ચણાનો લોટ મિકસ કરો
1 ચમચી તેલ મુકી તેમાં સુકા લાલ મરચાનો ભુકો નાખી ટમેટુ ખમણીને 5 મીનીટ રાખો.
ટમેટુ ચડી જાય એટલે તેમાં ચણાનો લોટ મિકસ કરેલ નાળીયેરનું દુધ નાખી દો સ્વાદ પ્રમાણે મીઠુ નાખી 5 મીનીટ ઉકાળી લઇ લો.
* રોટલી: ઘઉં અને મેંદાને મિક્સ કરી મોણ તથા મીઠુ નાખી લોટ બાંધીલો.
પાતળી રોટલી વણી તળી લો
* સલાડ:
ખમણેલ કોબી તથા કાકડી, ટમેટા, ડુંગળી બધાના ઝીણા પીસ કરી મિક્સકરી દો
* વાલને 5 થી 6 કલાક ગરમ પાણીમાં પલાળી લો ત્યારબાદ થોડીવાર પાણીમાં ઉકાળી લો અને બહાર કાઢી તળી લો.
* ગરમ પાણીમાં સ્પગેટી નાખી તેમાં તેલ અને મીઠુ નાખી બાફી અને નિતારી લો.
* ડુંગળીની લાંબી સળી તેમજ લસણની કળીને પણ પતલી સુધારી તેલ ક્રિસ્પી થાય એ રીતે તળી લો.
* મિક્સ વેજીટેબલને બધા એક સરખા ચોરસ સમારી લો. 1 ચમચી તેલ મુકી હીંગ હળદર નાખી સામાન્ય શાકની જેમ વઘારી લો. ચડી જાય એટલે તેમાં મીઠુ, મરચું નાખી શાક તૈયાર કરો.
* 1 લીંબુનો રસ કાઢી સાઈડ પર રાખો.
-: પીરસવાની રીત :-
એક બાઉલમાં 1 ચમચો બાફેલા સ્પેગેટી મુકો
તેના પર 1 ચમચી મિક્સ વેજીટેબલ મુકો
ત્યારબાદ તળેલ રોટલીનો અધકચરો ભુકો નાખી ઉપર ક્રિસ્પી ડૂંગળી દસણ ભભરાવો.
ઉપર તળેલા વાલ નાખી લીંબુનો રસ નાખી, કોથમીર વડે સજાવી પીરસો.
વેરીએશન
* રોટલી બનાવવામાં મંદો વાપરવો હોય તો રવો કે ખાલી ઘઉંની રોટલી બનાવી શકાય
* સ્વાદ પ્રમાણે તીખુ ખાટું વગેરે કરી શકાય છે.
* જૈન બનાવવા માટે ડુંગળી લસણને બદલે ઝીણી કોબી તળીને ઉમેરી શકાય
* જૈન બનાવવા મિક્સ વેજીટેબલમાં પણ બટેટા ફલાવરની જગ્યાએ બીજા મનપસંદ શાકભાજી વાપરી શકાય
- પ્રો.ચાર્મી બદાણી

« Previous Next »