RSSનો ઈતિહાસ હવે યુનિવર્સિટીનો અભ્યાસક્રમJuly 10, 2019

  • RSSનો ઈતિહાસ હવે યુનિવર્સિટીનો અભ્યાસક્રમ


નાગપુર: રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના બીએના બીજા વર્ષના અભ્યાસક્રમમાં પ્રથમ વાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસસ)ના ઇતિહાસનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ નવા અભ્યાસક્રમમાં વર્ષ 1885 થી 1947 દરમિયાન ભારતીય ઇતિહાસમાં આરએસએસની ભૂમિકા વિશેની વિગતો આપવામાં આવી છે. પુસ્તકના પહેલા ભાગમાં કોંગ્રેસ પાર્ટીની સ્થાપના, રાજકારણની પ્રકૃતિ તેમ જ જવાહરલાલ નહેરુ તેમ જ પાર્ટીના વિકાસને આવરી લેવામાં આવ્યો છે, જ્યારે બીજા ભાગમાં

બિનસહકારી ચળવળ અને ચલે જાઓ જેવી ચળવળ વિશે વિગતો આપી છે. ઉપરાંત પુસ્તકના ત્રીજા ભાગમાં કેબિનેટ મિશન યોજના અને આરએસએસના ઇતિહાસની વાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે આરએસએસના એક અધ્યાયને કારણે ઘર્ષણ ઊભું થઇ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આરએસએસ છેલ્લાં 90 વર્ષથી ભારત દેશમાં સક્રિય છે. તેથી જો સંસ્થાના ઉદ્દેશ્ય વિશેની માહિતી હોય તો ત્યાં કોઇ સમસ્યા હોવી જોઇએ નહીં.