કર્ણાટક: વધુ એક MLA ભાજપમાંJuly 09, 2019

  • કર્ણાટક: વધુ એક MLA ભાજપમાં

બેંગલુરુ તા.9
વર્તમાન કર્ણાટકની સરકાર ભયનાં ઓથાર હેઠળ છે. એક તરફ
ધારાસભ્યોએ રાજીનામું આપીને બેંગ્લુરૂથી મુંબઇ અને હવે ગોવા માટે રવાના થયા છે. કોંગ્રેસ અને જેડીએસ નેતા માત્ર સબ સલામતની પોકાર કરી રહ્યા છે. 224 વિધાનસભા બેઠકો ધરાવતી વિધાનસભામાં એક અપક્ષ ધારાસભ્યએ પાર્ટી બદલવાનો અણસાર આપતા ભાજપ મેજીક ફિગરની નજીક છે અને ગેલમાં આવી ગયું છે.
અપક્ષ ધારાસભ્ય આર. શંકરે કુમાર સ્વામી સરકારને બહુ મોટો ઝાટકો આપ્યો છે, અને ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસમાં વિલય કરીને ધારાસભ્ય બનેલા આર શંકરનું રાજીનામું ઘણુ મહત્વપુર્ણ માનવામા આવે છે. તેમણે ગઠબંધન સરકારને આપેલું સમર્થન પરત ખેંચીને બધાને ચોંકાવ્યા છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનનાં ધારાસભ્યોએ આપેલા રાજીનામાંથી પેદા થયેલું સંકટ અપક્ષ ધારાસભ્ય નાગેશનાં રાજીનામા અને ધારાસભ્ય આર શંકરનાં સમર્થનપરત ખેંચવાથી વધારે ઘેરૂ બન્યું છે. તેમજ ભાજપ સમર્થક ધારાસભ્યોની સંખ્યા 107

થઇ છે. આ બન્ને ધારાસભ્યો સિવાય કર્ણાટકમાં રહેલા કોંગ્રેસનાં એમએલએ રોશન બેગે પણ બગાવતનાં સૂર ફુંક્યા છે. ધારાસભ્ય રોશન બેગે જણાંવ્યું કે ભાજપ પણ રાજકિય પક્ષ છે, તેની સાથે જવામાં શું ખરાબી છે?
આ તમામ ઘટના ક્રમની વચ્ચે કુમારસ્વામી સરકારને બચાવવા માટે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ડિકે શીવકુમાર તાબડતોબ બેંગ્લુરૂથી મુંબઇ જવા રવાના થયા છે. જ્યારે અપક્ષ ધારાસભ્યની સાથે તમામ 13 બાગી ધારાસભ્યો મુંબઇથી ગોવા માટે રવાના થયા છે. અપક્ષ સહિતનાં તમામ 14 ધારાસભ્યો બાય રોડ મુંબઇથી ગોવા જઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે સીએમ કુમારસ્વામીએ તમામ બાગી ધારાસભ્યોને મંત્રીપદ આપવાની ઓફર કરી છે. હવે અંતિમ પ્રયત્નનાં ભાગરૂપે કોંગ્રેસ અને જેડીએસ દ્વારા પોતાનાં તમામ મંત્રીઓનાં રાજીનામા અપાવીને કેબિનેટમાં ફેરબદલ કરવાની વાત કરી છે. કોંગ્રેસે પોતાનાં તમામ 22 મંત્રીઓને રાજીનામું અપાવીને નવો ખેલ રમ્યો તે બીજી તરફ કુમારસ્વામી સિવાયનાં તમામ જેડીએસનાં 11 મંત્રીઓએ પણ રાજીનામું આપ્યું છે. હવે છેલ્લા પ્રયત્નો મુજબ નવા મંત્રી મંડળનું ગઠન કરીને તમામ અસંતુષ્ટ ધારાસભ્યોને મંત્રી બનાવીને આફતમાંથી બચવા માગે છે.