ભૂજમાં એસપીની લાલ આંખ, તપાસમાં બેદરકારી દાખવનાર પી.એસ.આઇ પ્રજાપતિ સસ્પેન્ડJuly 09, 2019

ભૂજ,તા.9
ભુજના જ્વેલર્સના માલિક કિશોર શાહને ફેસબૂક મારફતે હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવાના મામલામાં સમયસર ઋઈંછ ના નોંધી બેદરકારી દાખવનારાં ભુજ બી. ડીવીજન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.એન.પ્રજાપતિને એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ પીએસઆઈ સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભુજના ઊંઈ જ્વેલર્સના માલિક કિશોરશાહ પોતે અરજદાર ભુજ બી. ડીવીજન પોલીસ સ્ટેશનમાં ખંડણી અંગે ફરિયાદ નોધાવતા માટે ગયા હતા. જ્યાં પીએસઆઈ પ્રજાપતિ ખંડણી જેવા ગંભીર ગુનાની ફરિયાદ ના નોંધીને દાખવેલી બેદરકારીના કારણે જ હનીટ્રેપ કરનારાં આરોપીઓની હિંમત વધુ ખુલી ગઈ હતી અને તે જ્વેલર્સ પાસેથી નાણાં પડાવ્યા હતા.કિશોરને ફેસબૂક મારફતે ફસાવનારી સીમરન ખાન સાથેની વાતચીતના આધારે બ્લેકમેઈલ કરી 13મી મેનાં રોજ હફિઝા નામની કહેવાતી પ્રેસ રીપોર્ટર અને અલ્તાફ ઊર્ફે ઓસમાણ ગની ગગડાએ તેની પાસેથી 70 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ બનાવ બાદ કિશોર શાહ ભુજ બી ડિવિઝન પોલીસ મથક દોડી ગયો હતો.
ભૂજ બી. ડીવીજન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ ફરિયાદ નોધવાની જગ્યાએ માત્ર અરજી લીધી હતી. સમગ્ર મામલે અરજદારે એસપી સૌરભ તોલબીયા રજૂઆત કરવામાં આવતા. એસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પીએસઆઈ પ્રજાપતિ સામે ખાતાકીય તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પીએસઆઈ એ.એન.પ્રજાપતિની ફરજમાં બેદરકારી સામે આવતા પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબીયા પીએસઆઈ પ્રજાપતિ સસ્પેન્ડ કર્યા હતા.