શિક્ષણ એ જ સ્વતંત્રતાની ચાવી છે...July 09, 2019

  • શિક્ષણ એ જ સ્વતંત્રતાની ચાવી છે...
  • શિક્ષણ એ જ સ્વતંત્રતાની ચાવી છે...
  • શિક્ષણ એ જ સ્વતંત્રતાની ચાવી છે...
  • શિક્ષણ એ જ સ્વતંત્રતાની ચાવી છે...

રૂઢિચુસ્ત
પરિવારમાંથી આવતા હોવા છતાં પોતાના આત્મબળ, આત્મવિશ્ર્વાસથી ઈંઙજ બન્યા છોકરાઓ ભણે કે ન ભણે, દીકરીઓએ ફરજિયાત ભણવું જ જોઇએ : મહિલા પોલીસ સાથે લોકો ખુલીને વાત કરે છે તેમજ વિશ્ર્વાસ મૂકે છે જ્યુકેશન એટલે ડીગ્રી નહીં એજયુકેશનનો અર્થ માહિતી કે નોલેજ પણ નથી, એજયુકેશન નોકરી માટે કે સારા પેકેજ માટે પણ નથી, એજયુકેશનનો વિશાળ અર્થ છે શિક્ષણ દ્વારા જો તમે કઇ રીતે જીવવું એ નહીં શીખો તો એક કરોડનું પેકેજ પણ વ્યર્થ છે. શિક્ષણમાંથી જો તમને આર્થિક સ્વાતંત્ર્ય મળે અને જો મહિલાની આંતરિક હિંમત વધશે નહીં તો આ શિક્ષણનો કોઇ ફાયદો નથી. આ શબ્દો છે હાલ પાટણમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસની ફરજ બજાવતા શોભા ભુતડાના. જેમણે બહુ જ ઓછા સમયમાં પોતાની કામગીરી દ્વારા લોકચાહના મેળવી છે. સોશિયલ મીડિયામાં તેઓ હંમેશા છવાયેલા રહે છે. માસિક ધર્મ વખતે પોતે કરેલ મંદિરમાં પ્રવેશની વાતનો સ્વીકાર અને સુરતમાં નારાયણ સાંઈના કેસથી તેઓ વધુ પ્રસિધ્ધ બન્યા. મૂળ મહારાષ્ટ્રના લાતુર ગામના પુરુષોત્તમભાઇ ભુતડા અને કાંતાદેવી ભુતડાના પાંચ સંતાનોમાં ચોથા નંબરનું સંતાન એટલે શોભા ભુતડા. એક સામાન્ય-રૂઢિચુસ્ત પરિવારમાંથી આવતા શોભા ભુતડાએ મરાઠી માધ્યમમાંથી બી.કોમ. કરીને યુપીએસસીની પરીક્ષામાં ઉતિર્ણ થઇ પોલીસ ડીપાર્ટમેન્ટને કાર્યક્ષેત્ર બનાવ્યું. જે ઉંમરે માતા-પિતા દીકરીના લગ્ન કરી ઠરીઠામ કરે છે એ ઉંમરે શોભા ક્રાઈમ અને મહિલાઓની જુદી જુદી સમસ્યાઓને સુલઝાવતા હતા. પોતાની જ બેચના પ્રદીપ સેજુલ (જેઓ હાલ બનાસકાંઠામાં એસપી તરીકે ફરજ બજાવે છે) સાથે લગ્ન કર્યા અને પુત્ર આદ્વિકની માતા બન્યા પછી પણ પરિવાર અને ફરજને સરખો ન્યાય આપે છે. પતિ-પત્ની બંને આઈપીએસ ઓફિસર હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. માતા બન્યા બાદ મહિલાઓને નોકરી, પોતાની કેરિયર છોડવી પડે છે એ બાબત શોભાને ફરિયાદ છે કે શા માટે મહિલા બલિદાન આપે? અહીં સમગ્ર સમાજ-પરિવારની જવાબદારી છે કે તેની જરૂરિયાત પૂરી કરે અને તે બાળકની જવાબદારી સાથે પોતાનું કાર્ય સરળતાથી કરી શકે. આજે સમાજમાં બનતી ઘટનામાં વધારે ડોમેસ્ટીક વાયોલન્સ, ચાઈલ્ડ અબ્યુસ તેમજ સાઈબર ક્રાઈમના કિસ્સાઓ હોય છે. ભવિષ્યની યોજના વિશે પૂછતા તેમણે જણાવ્યું કે ‘હું બહુ પ્લાનિંગ કરતી નથી. જયાં છું ત્યાં મારી જવાબદારી સારી રીતે નિભાવું અને લોકોને મારી કામગીરીથી સંતોષ હોય એમાં હું ખુશ છું’. શોભા ભુતડાને ‘ગુજરાત મિરર’ તરફથી અનેક શુભેચ્છા... હાલ પાટણના એસપી તરીકે ફરજ બજાવતા શોભા ભુતડા માસિક ધર્મમાં પોતે મંદિરમાં કરેલ પ્રવેશની વાતનો સ્વીકાર તથા સુરતમાં નારાયણ સાંઇના કેસથી પ્રસિધ્ધ બન્યા મહિલાઓને એક જ સંદેશ, ભણો, ભણો અને ભણો....
પોતાના જીવનનું ઉદાહરણ આપતા શોભા કહે છે કે એજયુકેશન ઈઝ ધ ‘કી ટુ ફ્રીડમ’. પોતે રૂઢિચુસ્ત પરિવારમાંથી આવતા હોવા છતાં પરિણામ તેજસ્વી આવ્યું તો પરિવારે પણ સપોર્ટ કર્યો અને તેમની લાઈફ બદલાઈ ગઇ. છોકરાઓ ભણે કે ન ભણે, છોકરીઓએ ફરજિયાતપણે ભણવું જ જોઇએ. જો એજયુકેશન હશે તો સોશિયલ ફ્રીડમ, ઈકોનોમીક ફ્રિડમ મળી શકશે. લેડી ઓફિસર પર લોકો વધુ વિશ્ર્વાસ કરે છે
કોઇપણ ઘટનામાં જયારે મહિલા વિક્ટીમ હોય ત્યારે સામે પણ મહિલા પોલીસ હોય તો તેે વધુ કમ્ફર્ટનો અનુભવ કરે છે. લેડી ઓફિસર સામે ખુલીને વાત કરે છે. ઉપરાંત કોઇ ક્રીમીનલ કેસમાં પણ આ જ વાત લોકો વિચારે છે કે મહિલા વાતને વધુ સારી રીતે સમજી શકશે અને તેથી વધુ વિશ્ર્વાસ મૂકે છે.
‘પોલીસમેન’ શબ્દ જ શા માટે?
અમરેલી, ગાંધીનગર, ભરૂચ, સુરત, પોરબંદર
વગેરે સ્થળોએ ફરજ બજાવી ચૂકેલા શોભાની
મીઠી ફરિયાદ છે કે પોલીસ પર્સનલ બોલવાને
બદલે ‘ઓફિસર્સ’ અને ‘પોલીસમેન’ જ
બોલવામાં આવે છે. વાતચીતમાં પણ
પોલીસ મેન બોલવામાં આવે છે
તો લેડી પોલીસ કે પોલીસ
વુમનનું શું? ઉડાન સંદેશ: શોભા ભુતડા એક સામાન્ય રૂઢિચુસ્ત
પરિવારમાંથી આવતા હોવા છતાં બી.કોમ. બાદ તેમણે ઞઙજઈમાં ઝળહળતી સફળતા મેળવી ત્યારે પરિવારે પણ સપોર્ટ આપવો પડ્યો. શિક્ષણનું મહિલાઓના જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે.