5 વર્ષમાં 441 લોકો ઉપર સિંહ-દિપડાની ‘તરાપ’July 09, 2019

  • 5 વર્ષમાં 441 લોકો ઉપર સિંહ-દિપડાની ‘તરાપ’
  • 5 વર્ષમાં 441 લોકો ઉપર સિંહ-દિપડાની ‘તરાપ’

 અમરેલી, સોમનાથ
અને જૂનાગઢ જિલ્લામાં સિંહ-દિપડાના હુમલા વધ્યા: વિધાનસભામાં સરકારની જાહેરાત
ગાંધીનગર તા. 9
જો તમે ગીરના અભ્યારણમાં છો તો તમારી સાથે સિંહ કે દીપડાના હુમલાના બનાવ બનવાના ચાન્સ અભ્યારણની બહાર કરતા 1817 ટકા ઓછા છે. પાછલા પાંચ વર્ષમાં અભ્યારણની અંદર માણસો પર સિંહ કે દીપડાના હુમલાની 23 ઘટના બની છે અને તેની બહાર અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં 441 જેટલી ઘટના
બની છે.
ગુજરાત સરકારે રજૂ કરેલા સિંહ અને દીપડાના હુમલાના બનાવના આંકડા બતાવી રહ્યા છે કે અભ્યારણના મેનેજમેન્ટ સામે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અભ્યારણની બહાર રોજના 11 ઢોરનું મારણ કરાઈ રહ્યું છે. અધિકારીએ જણાવ્યું કે આ પહેલીવાર છે જ્યારે સરકાર તરફથી રજૂ કરાયેલા આંકડા આટલા ગંભીર છે. ઉનાના ધારાસભ્યા પૂંજા વંશે પૂછેલા એક સવાલના જવાબમાં સરકારે આ આંકડા આપ્યા હતા.
1લી ડિસેમ્બર 2013થી 30 નવેમ્બર 2018 સુધીના ડેટા મુજબ સૌથી વધારે 164 હુમલા જૂનાગઢ જિલ્લામાં થયા છે તેમાંથી 12 ઘટના અભ્યારણની અંદર બની હતી. અમરેલીમાં 158 હુમલા થયા હતા જેમાંથી માત્ર 2 જ અભ્યારણની અંદર અને 156 તેની બહાર. જૂનાગઢના મુખ્ય વનસંરક્ષક ડી.ટી વસાવડાએ આ વિશે કહ્યું હતું કે, વર્ષ 2015ના સિંહની વસ્તી ગણતરી અનુસાર અભ્યારણની અંદર 320 જેટલા સિંહો છે જ્યારે તેની બહાર 200 સિંહ રહે છે.
આ વિશે સિંહોના એક્સપર્ટ એ.જે.ટી જ્હોનસિંહે કહ્યું કે, મને એવું લાગે છે કે અભ્યારણની અંદર અને બહાર સરખા સિંહો રહે છે. આ વિશે એક ફેક્ટર છે ગુજરાત સરકારની ખોટી પોલિસી છે. જે ઢોરનું મારણ કરનારા સિંહોનું જ રક્ષણ કરે છે. ગુજરાતમાં સિંહોની અચાનક વધતી સંખ્યા પાછળ સરળતાથી ઢોર મળી રહેવાનું છે. વન વિભાગ જંગલની બહાર અને અંદર સિંહોને સાચવવા ખૂબ પ્રયાસ કરી રહ્યું છે. સરકારે સિંહનો તેમના માટે બીજું ઘર બનાવી ટ્રાન્સફર કરવા વિશે વિચારવું જોઈએ.
વૈજ્ઞાની અને સિંહના એક્સપર્ટ વાય.વી ઝાલા કહે છે, અમને રાજ્ય સરકારે ડેટા આપીને તેનો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. સિંહોની સંખ્યા અભ્યારણની અંદર કરતા બહાર વધારે છે. અભ્યારણની અંદર રહેનારા લોકો સિંહ સાથે કેવી રીતે રહેવું તે જાણે છે, જ્યારે બહારના લોકો સિંહની વોર્નિંગ સાઈન સમજી શકતા નથી. પરિણામે તેમના પર હુમલો થવાનું જોખમ રહે છે.