દેશના સંરક્ષણ બજેટ જેટલો ભારતમાં સટ્ટાબજારનો કારોબારJuly 08, 2019

  • દેશના સંરક્ષણ બજેટ જેટલો ભારતમાં સટ્ટાબજારનો કારોબાર
  • દેશના સંરક્ષણ બજેટ જેટલો ભારતમાં સટ્ટાબજારનો કારોબાર

ગેરકાયદે સટ્ટો પોલીસ માટે કમાણીનો
ધિકતો ધંધો, સરકાર સટ્ટાને કાયદેસર કરે તો રેવન્યુ પણ
મળશે અને લોકોને રોજગારી પણ મળે હવે મોબાઈલ એપની જ ખુલ્લેઆમ રમાતો સટ્ટો હજારો કરોડોનો કાળો વહિવટ વધી રહ્યો છે રાજકોટ, તા.8
ક્રિકેટ વર્લ્ડકપની વચ્ચે મુંબઈ પોલીસે ક્રિકેટ સટ્ટોડિયાઓના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ફાઈવ સ્ટાર હોટલમાંથી સટ્ટોડિયાઓની ધરપકડ
કરી. તેનાથી ફરીથી સટ્ટાબજાર ચર્ચામાં આવ્યું છે.
છેલ્લા કેટલાય વર્ષોથી ઓફલાઈનની સાથે ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. ભારતમાં કાયદેસર રીતે માન્ય નથી, પરંતું તેમ છતાં મોટી સંખ્યામાં ભારતમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમવામાં આવે છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ઋઈંઈઈઈં)ના રિપોર્ટ અનુસાર, ભારતમાં સટ્ટાનો વેપાર 3 લાખ કરોડ રૂપિયાથી પણ વધી ગયો છે.
આ રકમ લગભગ ભારતના સંરક્ષણ બજેટ સમાન છે. આ મુદ્દા પર એફઆઈસીસીઆઈની સ્પોર્ટ્સ કમિટીના મેમ્બર અને સુગર એન્ડ દમાની ગ્રુપના સીઈઓ કમલેશ વિજય અને ઈન્દોર પોલીસના એએસપીનો અને સાઈબર પ્રભારી અમરેન્દ્ર સિંહ સાથે વાતચીત કરી અને સટ્ટાબજારના સમગ્ર ગણિત વિશે જાણકારી મેળવી. ક્રિકેટ સટ્ટામાં ગુજરાત અને મહારાષ્ટ્ર નંબર-1, હજુ સુધી પોલીસ બુકીઓ સુધી પહોંચી શકી નથી.
હાલ તો ગેરકાયદે સટ્ટો પોલીસ માટે કમાણીનો ધીકતો ધંધો બની ગયેલ. શું છે કાયદો ? આઇટી એક્ટ, 2000 ઓનલાઇન સટ્ટાબાજી વિશે વધુ વિગત આપતાં નથી. સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સિક્કિમ ઓનલાઇન ગેમિંગ (રેગ્યુલેશન) રૂલ્સ 2009 અંતર્ગત ઓનલાઇન સટ્ટાબાજી કરી શકાય છે. જ્યારે દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ઓનલાઇન સટ્ટાબાજીને રોકવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે. મોબાઈલ એપ્સ પર પણ સટ્ટો રમાડવામાં આવે છે  ઘણી એવી મોબાઈલ એપ્લિકેશન છે, જે ક્રિકેટ સટ્ટાબાજીની રીત વિશેની જાણકારી આપે છે.
એક સટ્ટોડિયાઓ કહ્યું કે, આ એટલું જ સરળ છે જેટલું મોબાઈલ પર ગેમ રમવું. તેમાં તમારે એક કે, બે લોકો સાથે મળીને અકાઉન્ટ ઓપન કરવાનું હોય છે. સટ્ટા પર પ્રતિબંધ લગાવવામાં આવવો જોઈએ, અથવા કાયદેસર કરવામાં આવે એફઆઈસીસીઆઈની સ્પોર્ટસ કમિટીના મેમ્બર અને સુગલ એન્ડ દમાની ગ્રુપના સીઈઓ કમલેશ વિજયે લો કમિશનના રિપોર્ટનો અહેવાલ આપતાં કહ્યું કે, ભારતમાં ક્રિકેટના સટ્ટા પર હંમેશાં માટે પ્રતિબંધ લગાવવામાં આવવો જોઈએ અથવા તેને કાયદેસર કરવો જોઈએ. જો તેને કાયદેસર કરવામાં આવે તો સરકારને રેવેન્યૂ પણ મળશે અને લોકોને રોજગારી. સાથે અત્યારે જે લો એન્ડ ઓર્ડરની સમસ્યા છે તે પણ દૂર થઈ જશે. યૂરોપ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ક્રિકેટ પર સટ્ટો કાયદેસર છે. ભારતમાં પણ તેમાં ઘણા લોકો સામેલ છે, પરંતુ સરકારને તેનાથી કોઈ ફાયદો મળતો નથી.  ઓનલાઈન સટ્ટો રમાડવાની સાથે શીખવાડી પણ રહ્યા છે ક્રિકેટનો સટ્ટો માત્ર ઓનલાઈન રમવામાં નથી આવતો પણ શીખવાડવામાં પણ આવે છે. જ્ઞક્ષહશક્ષયભશિભસયબિંયિિંંશક્ષલ.ક્ષયિં જેવી વેબસાઈટ સટ્ટો રમવા માટેની પૂરી જાણકારી આપી રહી છે. કેવી રીતે બેટિંગ શરૂ થાય છે? એજન્ટને એડવાન્સ આપીને અકાઉન્ટ ખોલાવવું પડે છે. અકાઉન્ટની એક લિમિટ હોય છે. સટ્ટો રમનાર વ્યક્તિને લાઈન કહેવામાં આવે છે. આ એજન્ટ બુકી સાથે સંપર્ક કરાવે છે. મેચના પહેલા બે બોલથી લઈને છેલ્લે સુધી ટીમની જીતના ભાવ ઉપર-નીચે થતા હોય છે. એક લાખને એક પૈસા, 50 હજારને 50 પૈસા, 25 હજારને 25પૈસા કહેવામાં આવે છે. એક મેચ પર જ કરોડો રૂપિયા લાગી રહ્યા છે  વર્લ્ડકપમાં રમનારી ઈન્ડિયા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની કોઈપણ મેચમાં 438 કરોડ કરતાં વધારે રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે. આ દાવો ઈંગ્લેન્ડની એક સટ્ટો રમાડતી વેબસાઈટે કર્યો છે. ઈન્ડિયા-બાંગ્લાદેશની વચ્ચે વોર્મઅપ મેચમાં જ 149 કરોડ રૂપિયા લાગ્યા હતા. તેનાથી જ ખબર પડી જાય છે કે સટ્ટાબજારનો વેપાર કેટલો મોટો છે. કેવી રીતે ઓફલાઈન સટ્ટો લગાવવામાં આવે છે? માની લો કે ભારતનો ભાવ 60/62 (ભારત ફેવરિટ) એવામાં જો પન્ટરે એક લાખ રૂપિયા ભારતની જીત પર લગાયા છે તો તેને 60 હજાર રૂપિયા મળશે. જો પન્ટરે 1 લાખ રૂપિયાનો સટ્ટો લગાવે છે તો તે બુકીને કહે છે કે એક પેટી 60માં લગાવી. એક પેટી 60માં ખાધી.
જો મેચમાં ભારત જીતી જાય છે તો પન્ટરને 60 હજાર રૂપિયા મળે છે, અને જો ભારત હારી જાય છે તો પન્ટરે 1 લાખ રૂપિયા આપવા પડે છે. લોઢા પેનલે કહ્યું, આને કાયદેસર કરો વર્ષ 2013માં આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગની તપાસ કરવા માટે લોઢા પેનલે દરખાસ્ત કરી હતી કે ક્રિકેટમાં બેટિંગ (સટ્ટાને) કાયદેસર
કરવામાં આવે. ઓફલાઈન રમવાવાળા માટે પણ નિયમ નક્કી કરાયા છે મોટાભાગે મોટા બુકી દુબઈથી સટ્ટો ચલાવે છે. ભારતથી જે લોકો સટ્ટો રમે છે તે કોઈ એનઆરઆઈ અથવા પોતાના મિત્ર મારફતે તેમના સુધી પૈસા પહોંચાડે છે. વિદેશમાં ચાલનારી વેબસાઈટમાં હવાલો આપીને પણ પૈસા પહોંચાડવામાં આવે છે. જે લોકો ઓફલાઈન રમે છે તેમના માટે પણ નિયમ નક્કી કરાયા છે. તેમને પણ સમયસર ચૂકવણી કરવામાં આવે છે. જેમ કે દિવસનામેચ બપોરે 2:30 વાગ્યે પૂરો થાય છે તો સંબંધિત એડ્રેસ પર સાંજે 5:30થી 6 વાગ્યાની વચ્ચે પૈસા પહોંચી જાય છે.