સેન્સેક્સ-નિફટીમાં ગાબડાંJuly 08, 2019

  • સેન્સેક્સ-નિફટીમાં ગાબડાં

મોટી કંપનીઓના શેર તૂટ્યાં
હીરો મોટોકોપના શેર 4.5%થી વધુ તૂટ્યો છે. એલએન્ડટીમાં 4% અને મારુતિમાં 3%નો ઘટાડો આવ્યો છે. ઓએનજીસીના શેર્સ 4.5% સુધી ગગડી ગયા છે. જઇઈંમાં 4%નું નુકસાન જોવા મળી રહ્યું છે. બીજી બાજુ યસ બેંકના શેરમાં 6%નો, સન ફાર્માના શેરમાં 1.5%નો ઉછાળો આવ્યો છે. વેદાંતા અને એચસીએલ ટેકમાં લગભગ 1-1 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. યસ બેંકના શેરમાં 6%નો વધારો નોંધાયો છે. ગત 4 સેશનમાં આ શેરમાં સતત ઘટાડો નોંધાયો હતો.  સેન્સેકસ 770 અને નિફટી 242 પોઇન્ટ સુધી ગબડ્યા
મુંબઇ તા.8
શુક્રવારે કેન્દ્રીય બજેટ રજુ થયા બાદ આજે ખુલેલા શેર બજારમાં જોરદાર કડાકો બોલ્યો છે. કેન્દ્રીય બજેટમાં લાદવામાં આવેલા કરબોજ અને પેટ્રોલ - ડિઝલ ઉપર ઝીંકવામાં આવેલી શેષના પગલે મંદી અને મોંઘવારી ભડકવાના ભયથી શેરબજારમાં ગભરાટ ફેલાયો છે. અને સેન્સેકસ નિફટીમાં કડાકો બોલી ગયો હતો.
સવારે બજાર ખુલતા જ સેન્સેકસ 600 પોઇન્ટ અને નિફટી 190 પોઇન્ટ તુટયા બાદ પણ મંદી વધુ, ઘેરી બની હતી અને એક તબકકે સેન્સેકસમાં 767 પોઇન્ટનું ગાબડુ પડતા 38747નોલો બનાવ્યો હતો જયારે નીફટી પણ 242 પોઇન્ટ તુરત 11569ના સ્તરે પહોંચી ગયો હતો. સેન્સેક્સના 30માંથી 25 અને નિફ્ટીના 50માંથી 44 શેર્સમાં નુકસાન જોવા મળી રહ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે બજેટની જાહેરાતો કદાચ રોકાણકારોને પસંદ આવી નથી. તો વિદેશ બજારમાં આજે વેચવાલીનું જો રહેતાં ભારતીય બજારમાં તેની અસર જોવા મળી રહી છે. પીએનબીએ શનિવારે જણાવ્યું કે ભૂષણ પાવર એન્ડ સ્ટીલના 3800 કરોડ રૂપિયાના ફ્રોડની જાણ થઈ છે. આરબીઆઈને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. માનવામાં આવે છે કે ફ્રોડની જાણકારી સામે આવવાને કારણે શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે. આજે સપ્તાહના પ્રથમ

દિવસે શેરમાં 10%નો કડાકો જોવા મળી રહ્યો છે.
માઈન્ડટ્રીનો શેર 6.5% તૂટ્યો: સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં આ શેર તૂટ્યો છે. ગત સપ્તાહે કંપનીના સીઈઓ અને એમડી રોસ્તો રાવનન, એક્ઝિક્યૂટિવ ચેરમેન કૃષ્ણકુમાર નટરાજન અને એક્ઝિક્યૂટિવ વાઈસ ચેરમેન એનએસ પાર્થસારથીના રાજીનામા બાદ શેરમાં વેચવાલીનું જોર વધ્યું છે.