ફુટબોલ ઘેલા 33 કરોડ દેવતા !July 08, 2019

  • ફુટબોલ ઘેલા 33 કરોડ દેવતા !


તમે માણસોને તો ફુટબોલ રમતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય ફૂટબોલ રમતા પ્રાણીને જોયું છે? કદાચ તમે કહેશો કે ના. પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે જેમાં એક ગાય, ફુટબોલ રમતી જોવા મળી રહી છે. આ વીડિયો ખૂબ જ હેરાન કરનાર છે પરંતુ તે સત્ય છે. આ વાયરલ વીડિયોમાં દર્શાવવામાં આવે છે કે એક ગાય ફુટબોલ રમી રહી છે. આ વીડિયો દર્શાવે છે કે ગાય ફીલ્ડ પર એક ફૂટબોલ સાથે રમતી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં ગાયને ફીલ્ડથી બહાર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. પરંતુ ગાય ફુટબોલની પાસે જ ઉભી રહે છે અને ફુટબોલને પોતાનાં દૂર નથી જવા દેતી. ત્યાં હાજર લોકો તેનું ખૂબ ધ્યાન ભટકાવવાની કોશિશ કરે છે પરંતુ તે ફુટબોલને પોતાની પાસેથી દૂર નથી જવા દેતી.
ત્યાર બાદ ગાય ધીરે-ધીરે બોલને આગળ ફેંકે છે ત્યારે ત્યાં હાજર છોકરા ફુટબોલને લેવાની કોશિશ કરે છે પરંતુ ગાય તે છોકરાઓને હુંકાર ભરે છે. છોકરા કેમ પણ કરીને ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી જાય છે. આગળ વીડિયોમાં પણ જોઇ શકાય છે કે જ્યારે છોકરાઓ બોલને આગળ ફેંકી દે છે ત્યારે ગાય પણ તે બોલનો પીછો કરવા લાગે છે અને ફરી વાર તે ફુટબોલ રમવા લાગે છે.