ડાન્સર સપના હકીકતે ભાજપમાં!July 08, 2019

  • ડાન્સર સપના હકીકતે ભાજપમાં!


નવી દિલ્હી: દિલ્હી ભાજપના સભ્યપદના અભિયાનમાં રવિવારે જાણીતી ડાન્સર સપના ચૌધરી પહેલી વખત સભ્ય બની છે. જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં દિલ્હી ભાજપના સભ્ય જોડવા માટેના અભિયાન કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપ મહાસચિવ રામલાલ અને મનોજ તિવારીની હાજરીમાં સપના ચૌધરી ભાજપમાં સામેલ થઈ. ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સભ્ય પદ માટેનું અભિયાન ચલાવી રહ્યાં છે અને લોકોને પાર્ટીમાં જોડી રહ્યાં છે. આ વર્ષે માર્ચમાં પણ સપનાની તસવીરો પ્રિયંકા ગાંધી સાથે વાઈરલ થઈ હતી. ત્યારબાદથી જ સપના કોંગ્રેસ પાર્ટી સાથે જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ સપનાએ એ વખતે પણ

કોંગ્રેસમાં જોડાવવાથી ઈન્કાર કરી દીધો હતો. સપનાએ ત્યારે કહ્યું હતું કે, તેઓ એક કલાકાર છે અને કોંગ્રેસ સાથે જોડાવવાની કોઈ ઈચ્છા નથી. પ્રિયંકા સાથેના ફોટા અંગેના સવાલ પર સપના કહ્યું કે, હા, હું પ્રિયંકા ગાંધીને મળી હતી પણ તે તસવીર ઘણી જુની છે. સપનાએ વધુમાં એવું પણ કહ્યું કે, તે મનોજ તિવારીના સંપર્કમાં છે.