ભારતીય ટીમની રણનીતિ સામે દિગ્ગજોએ ઉઠાવેલા સવાલJuly 11, 2019

  •  ભારતીય ટીમની રણનીતિ સામે દિગ્ગજોએ ઉઠાવેલા સવાલ

ધોનીની ધીમફી અને સાતમા ક્રમની બેટીંગથી ભારતને મોટું નુકશાન, વર્લ્ડકલાસ ભારતીય ટીમ પાસે પ્લાન ‘બી’ તૈયાર જ નહોતો, પાંચ રનમાં ટોચના ત્રણ બેટ્સમેન આઉટ થઇ જતા કોહલી અને રવિ શાસ્ત્રી સચોટ નિર્ણય લઇ શક્યા નહીં મેચ પછી પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર સહિત ઘણાં દિગ્ગજોએ તેમનો મત જણાવ્યો છે. ગાંગુલીએ કહ્યું છે કે, જ્યારે ભારતે ૫ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી ત્યારે ધોનીને બેટિંગ માટે મોકલવાની જ‚ર હતી. તેને ૭ નંબરે બેટિંગ કરવા મોકલવો મોટી ભૂલ છે. જ્યારે બીજી બાજુ સચિને કહ્યું છે કે, ટીમે વિરાટ કોહલી અને રોહિત શર્મા પર નિર્ભર ન રહેવું જોઈએ. દર વખતે આ બંને જ જીત ન અપાવી શકે.
ગાંગુલીએ કહ્યું કે, જાડેજા સારુ રમી શક્યા તેનું એક કારણ એવું પણ છે કે બીજા છેડે ધોની હતો. જો ૩ વિકેટ પડ્યા પછી પંતની સાથે બીજા છેડે ધોની હોત તફો આ પાર્ટનરશીપ ટીમને આગળ લઈ જાત. ધોની બીજા છેડેથી પંતની સમજાવ્યા કરતા. પંત અને પંડ્યા ઓલ્ડ ટ્રેફ્ડમાં હવાની દિશા વિરુદ્ધ શોટ મારીને આઉટ થયા હતા. જો ધોની હોત તો યુવા ખેલાડીઓને આવી નાની-નાની વાતો સમજાવી શકત. આ મેચમાં આપણે જાડેજાના મહત્વને પણ સમજવું જોઈએ. ટીમમાં ગમે તેટલા ચાઈનામેન અને લેગ સ્પિનર હોય પરંતુ રવિન્દ્ર જાડેજા વન-ડે ટીમનો હિસ્સો છે. લંડન તા,૧૧
ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઈનલમાં મહેન્દ્ર સિંહ ધોનીને બેટિંગ કરવા માટે સાતમા ક્રમે આવ્યો હતો. હવે સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ સહિતના પૂર્વ ક્રિકેટર્સે ધોનીના બેટિંગ ક્રમને રણનૈતિક ચૂક ગણાવી હતી. હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકને ધોની પહેલા મોકલવામાં આવ્યાં જ્યારે ટોપ ઓર્ડર સમગ્ર રીતે ધ્વસ્ત થઈ ગયું હતું. આખરે ભારત આ મેચમાં ૧૮ રનથી હારી ગયું હતું.
ભારતિય ટીમના સિનિયર મોસ્ટ અને ફઅનુભવી ખેલાડી મહેન્દ્રસિંધ ધોની સાતમા ક્રમે બેટીંગમાં આવ્યો અને ખૂબ ધીમી રમત રમ્યો તેના કારણે જાડેજા ઉપર દબાણ વધતા રનરેઈટ જાળવવાના પ્રયાસમાં જાડેજાએ વિકેટ ગુમાવવી પડી હતી.
દિગ્ગજ ખેલાડીઓ ઉપરાંત ક્રિકેટ જગતના નિષ્ણાંતોનું કહેવું છે કે ભારતે સેમિફાઈનલ જેવા નિર્ણાયક મેચમાં પ્લાન ‘બી’ તૈયાર જ રાખ્યો ન હતો અને ટીમ ઓર્ડરના બેટ્સમેનો નિષ્ફળ જતા રણનીતિ બદલવામાં પણ મોટી ભુલ કરી હતી. રોહિત શર્મા, કે.એલ. રાહુલ તથા વિરાટ કોહલી નિષ્ફળ ગયા બાદ ‚ષભ પંત પછી સીધા જ પાંચમા નંબર ઉપર ધોનીએ બેટીંગમાં આવવાની જ‚ર હતી જેથી જુનિયર ખેલાડીને માર્ગદર્શન આપી ભારતની સ્થિતિ સંભાળી શકે. વર્લ્ડકપમાં માત્ર એક જ મેચ રમેલા દિનેશ કાર્તિકને પાંચમા ક્રમે અને ત્યારબાદ હાર્દિક પંડ્યાને બેટીંગમાં ઉતારી દેવાયા હતા. પરંતુ દિનેશ કાર્તિક પહેલા ધોની બેટીંગમાં ઉતરી જાત તો પરિસ્થિતિ સંભાળી શકત અને પાછળની ઓવર્સમાં હીટીંગ સમયે હાર્દિક પંડયાનો વિકલ્પ ભારતના હાથ ઉપર રહેત. પરંતુ બેટીંગક્રમ બદલીને ભારતિય કપ્તાન તથા કોચે મોટી ભુલ કરી નાખી અને તેનું પરિણામ ગંભીર આવ્યું છે. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકરે પણ સ્વીકાર કર્યો કે કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીને નીચલા ક્રમે ઉતારીને ભુલ કરી હતી. તેમણે કહ્યું કે અહીં સવાલ ઉઠી શકે છે કે શું આ રીતની વિષમ પરિસ્થિતિમાં શું ધોનીના અનુભવને જોઇને ઉપરના ક્રમમાં ન મોકલી શકાય? ઈનિંગના અંતમાં તે જાડેજાને સમજાવતો રહ્યો અને વસ્તુઓ પર નિયંત્રણ રાખ્યું હતું. લક્ષ્મણે કહ્યું કે : ધોનીને પંડયા પહેલા બેટીંગ માટે આવવું જોઇતું હતું. આ રણનૈતિક ચુક હતી. ધોનીને દિનેશ કાર્તિક પહેલા મોકલવાનો હતો. વર્લ્ડકપ ૨૦૧ફ૧માં પણ તે યુવરાજસિંહથી ઉપર ચોથા નંબર પર બેટીંગ કરવા માટે આવ્યો હતો અને વર્લ્ડકપ જીતવામાં સફળ રહ્યો હતો.