કર્ણાટક: કોંગ્રેસ-JDSને સુપ્રીમમાંથી જબરો ફટકોJuly 11, 2019

  • કર્ણાટક: કોંગ્રેસ-JDSને સુપ્રીમમાંથી જબરો ફટકો

 રાજીનામાં બાબતે
ધારાસભ્યોને સાંજ સુધીમાં સ્પીકરને
મળવા આદેશ
 મુખ્યમંત્રી કુમાર સ્વામી સાંજ સુધીમાં રાજીનામું આપે તેવી પણ અટકળો
બેંગલુરુ તા.11
કર્ણાટકમાં છેલ્લાં કેટલાક દિવસથી રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજીનામું આપનાર કોંગ્રેસ-જેડીએસના 10 બળવાખોર ધારાસભ્યોને કહ્યું કે, તેઓ ગુરુવારે સાંજે છ વાગે વિધાનસભા સ્પીકર સાથે મુલાકાત કરે. જો તેઓ ઈચ્છતા હોય તો તેમને રાજીનામું આપી શકે છે. કોર્ટે કહ્યું છે કે, વિધાનસભા સ્પીકર આ વિશે આજે જ નિર્ણય લઈને શુક્રવારે જાણ કરે. કર્ણાટક પોલીસને દરેક બળવાખોર ધારાસભ્યને સુરક્ષા આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ-જેડીએસ સરકાર

પર સંકટ છવાયો છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ અને જેડીએસના લગભગ 16 ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરશેે. આ ઉ5રાંત સૂત્રોનું કહેવું છે કે, મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી આજે પદથી રાજીનામું આપી શકે છે. ત્યારે મુંબઇથી એક બળવાખોર ધારાસભ્ય એસટી સોમ બેંગલુરુ પરત ફર્યા છે.
મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ગુરુવારે મંત્રીમંડળની બેઠક રાખવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, બેઠકમાં દરેક મંત્રી હાજર રહેશે. કારણ કે તેમણે તેમના પાર્ટી અધ્યક્ષને રાજીનામું આપ્યું છે, મુખ્યમંત્રીને નહીં. બીજી બાજુ 11થી 14 જુલાઈ સુધી બેંગલુરુના વિધાનસભા વિસ્તારમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. આ દરમિયાન વિસ્તારમાં એક જગ્યાએ ચારથી વધારે લોકો ન રહી શકે.
કોંગ્રેસ નેતા એસટી સોમશેખર બુધવારે મોડી સાંજે પાછા બેંગલુરુ આવી ગયા હતા. સોમશેખર બેંગલુરુ ડેવલપમેન્ટ ઓથોરિટી (બીડીએ)ના અધ્યક્ષ છે. બીડીએની ગુરુવારે સવારે બેઠક થવાની છે. તેમણે કહ્યું કે, હવે હું અહિંયા જ રહેવાનો છું, પાછો મુંબઈ નથી જવાનો. મેં ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે, પરંતુ હજી હું કોંગ્રેસમાં છું.  ભાજપની આજે તાકીદની બેઠક પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ પાર્ટીના દરેક ધારાસભ્યોની ગુરુવારે બેઠક બોલાવી હતી. બેઠકમાં રાજકીય વિવાદમાં ધારાસભ્યોના રાજીનામા પછી તેમની સદસ્યતા અને અન્ય સંબંધિત મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવામાં વાર થવા બાબતે યેદિયુરપ્પાએ કહ્યું કે, ગુરુવારે આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવશે અને ત્યારપછી દરેક અનિશ્ચિતતાઓ ખતમ થઈ જશે.