લીંબડી નજીક ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં બે ના મોતJuly 11, 2019

વઢવાણ તા.11
નેશનલ હાઇવે નં 8 માં અકસ્માતોને વણથંભી વણજાર યથાવત છે. અમદાવાદ- રાજકોટ હાઈવે પર આજે વહેલી સવારે લીંબડી નજીક અકસ્માત સર્જયો હતો જેમાં બે વ્યક્તિના મોત થયા થયા હતા, જ્યારે અન્ય 5ને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ-લીંબડી હાઇવે નજીક કાનપરા પાટિયા નજીક આજે વહેલી સવારે એક કાર અને ડમ્પર ધડાકાભેર અથડાયા હતાં. ગમખ્વાર અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં 5 વ્યક્તિને ઇજા પહોંચી છે. મૃતકોની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે. અકસ્માતની જાણ થતા જ પાણસીણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી હતી. મૃતકોના પોસ્ટમોર્ટમ માટે તેમના મૃતદેહને નજીકના સરકારી દવાખાનામાં લઈ જવાની તજવીજ હાથધરી હતી. અમદાવાદ-રાજકોટને 6 લેન કરવાનું આમ ચાલી રહ્યું છે. જેના કારણે અનેક ઠેકાણે ડાયવર્ઝન અપાયેલા છે તેથી અકસ્માતમાં પરિણમે છે.