જામનગર અને દ્વારકા જિલ્લામાં ખાલી પડેલી 259 જગ્યા ભરાશેJuly 11, 2019

જામનગર તા.11
રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે બેરોજગારોને રોજગારી આપવા માટે આગામી સમયમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 259 ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત પંચાયત રાજ્ય પ્રધાને વિધાનસભામાં કરી હતી, જે અંતર્ગત આ ભરતી પ્રક્રિયા યોજાશે.
આ બંને જિલ્લા રાજ્યના છેવાડાના જિલ્લા હોવાથી અહીંયા અધિકારીઓ સજા રૂપે મુકવામાં આવે છે તેવું નિવેદન કર્યું હતું. ત્યારે પંચાયત રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમારે જણાવ્યું છે કે, યુવાનોને સરકારી નોકરીની તક આપવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે. ત્યારે રાજ્ય સરકારે વર્ષ-2014થી વાર્ષિક કેલેન્ડર બનાવીને ભરતી પ્રક્રિયા હાથ ધરીને યુવાનોને સરકારી નોકરી આપી છે. આગામી સમયમાં જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં 259 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.વિધાનસભા ખાતે જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં તાલુકાવાર પંચાયતનું સંવર્ગવાર મહેકમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં પરમારે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે 1987માં એક વર્ષથી વધુ સમયથી ખાલી જગ્યાઓ પર ભરતી કરવા પ્રતિબંધ ફરમાવ્યો હતો. તત્કાલિન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રતિબંધ હટાવીને વર્ષ 2014થી વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. જામનગર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ગ-2,3અને વર્ગ 4નું 290 મહેકમ મંજૂર કરાયું અને આ બન્ને જિલ્લામાં 131 જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ પર સક્ષમ અધિકારીઓને ચાર્જ આપીને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.