ભાવનગરના કાળિયાબીડ મર્ડર કેસનો વોન્ટેડ આરોપી પકડાયોJuly 11, 2019


ભાવનગરતા,11
ભાવનગરના ચકચારી કાળીયાબીડ મર્ડર કેસમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર એ નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરીના આદેશથી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા એચ.એસ.ત્રિવેદી પો.સ.ઇ.ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી.ના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જયદીપ ઉર્ફે ચીનો જોરસંગભાઇ પરમાર ઉ.વ.31 રહેવાસી હાદનગર સત્યનારાયણ સોસાયટી-1 પ્લોટ નંબર 18/બી ભાવનગર વાળાને ભાવનગર નારી ચોકડી ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એસ. એન. બારોટ તથા પો.સબ.ઇન્સ એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા યુસુફખાન પઠાણ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા શરદભાઇ ભટ્ટ જોડાયા હતા.