ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પુરતા તબીબોની નિમણુંક કરાવવા પૂર્વ ધારાસભ્ય મેદાનમાંJuly 11, 2019

  • ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પુરતા તબીબોની  નિમણુંક કરાવવા પૂર્વ ધારાસભ્ય મેદાનમાં

ધ્રાગધ્રા તા.11
ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલમા પુરતો ડોક્ટર સ્ટાફ મુકવા પુવઁ ધારાસભ્ય આઇ.કે.જાડેજા દ્વારા આરોગ્યમંત્રીને રજુવાત કરાઈ છે.
ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે છેલ્લા કેટલાક દિવસથી ડોક્ટરોના અપુરતા સ્ટાફને લઇને અનેક ફરીયાદો ઉઠવા પામી છે તેવામા હાલમાજ અહિ ગાયનેક ડોક્ટરના અભાવે ગત મહિને એક મુશ્લીમ મહિલા મોતશે ભેટી હતી. આ બનાવી સમગ્ર શહેરીજનોમા રોષ જોવા મળ્યો હતો અને ધ્રાગધ્રામા સેવાકીય પ્રવૃતિ કરતા દયાવાન ગ્રુપના કાયઁકરો દ્વારા સરચારી હોસ્પીટલમા પુરતો ડોક્ટર સ્ટાફ મુકવા મુહીમ શરુ કરી હતી તેવામા ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલની જો વાત કરવામા આવે તો અહિ ગાયનેક, ઓથોઁપેડીક સહિતની મહત્વતા ધરાવતા ડોક્ટરોની ઉણપ છે જ્યારે હોસ્પીટલમા લાખ્ખો રુપિયાના અત્યાધુનિક મશીનો ઓપરેટર તથા ડોક્ટરોની ઉણપના વાંકે ધુળ ખાઇ રહ્યા છે જેથી ધ્રાગધ્રા શહેરની જનતા દ્વારા એક બે નહિ પણ ત્રણ વખત આ એક જ મુદ્દે આવેદનપત્ર પાઠવી સરકાર પાસે ડોક્ટરો મુકવા આજીજી કરી હતી છતા પણ હજુ સુધી ગાયનેક સહિતના સામાન્ય ડોક્ટરો નથી મુકાયા ત્યારે દયાવાન ગ્રુપના કાયઁકરો દ્વારા આ બાબતે સરકારના કાન સુધી વાત પહોચાડવા ધ્રાગધ્રાના પુવઁ ધારાસભ્ય તથા આરોગ્યમંત્રી રહી ચુકેલા આઇ.કે.જાડેજા પાસે સરકારી હોસ્પીટલમા ડોક્ટરનો પ્રશ્ન નિવારવા મુલાકાત કરી હતી જેથી પુવઁ મંત્રી આઇ.કે.જાડેજા દ્વારા સરકાર સુધી રજુવાતની બાહેધરી આપતા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી નિતીન પટેલને લેખીત રજુવાત કરી હતી. જેમા જણાવ્ય હતુ કે અહિ ધ્રાગધ્રા ખાતે આવેલી સૌથી મોટી સરકારી હોસ્પીટ આવેલી છે જેમા તમામ ડોક્ટરોનો અપુરતો સ્ટાફ હોય જેને ઘટતુ કરી કાયઁવાહી કરશો. ભારતીય જનતા પાટીઁ ગુજરાત પ્રદેશમા મહત્વનુ સ્થાન ધરાલતા આઇ.કે.જાડેજાના અંગત રસ બાદ હવે લોકોને પણ સરકારી હોસ્પીટલમા ડોક્ટરોનો સ્ટાફ પુરતો થશે તેવી આશા બંધાઇ છે.