તળાજાની યુવતી પર દૂષ્કર્મ કરી ઝેરી દવા પાનાર ત્રણેય સગા ભાઇઓની ધરપકડJuly 11, 2019

  • તળાજાની યુવતી પર દૂષ્કર્મ કરી ઝેરી દવા પાનાર ત્રણેય સગા ભાઇઓની ધરપકડ

ભાવનગર, તા.11
તળાજા સહિત ભાવનગર જિલ્લા માં ભારે ચકચારી બનેલ ઘટના ના ત્રણેય આરોપી ની અલંગ પોલીસે ધરપકડ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અલંગ પોલીસ મથક નીચે આવતા પાદરી (ગો) ગામના સુરેશ જગજીવનભાઈ ધાંધલીયા વિરુદ્ધ દુષ્કર્મ આચરવું અને સુરેશના તાબે ન થતા સુરેશ એ બન્ને સગાભાઈઓ રમેશ જગજીવન,ભરત જગજીવન સાથે મળી ને ઝેરીદવા પીવરાવી દીધાની યૂવતી ની ભાન માં આવ્યાના ત્રીજા દિવસે યૂવતી અને તેના પરિવાર જનો ફરિયાદ કરવાની જ છે. સમાધાન કોઈપણ લોભ લાલચ આપશે તો પણ નહીં કરીએ તેવી મક્કમતા દેખાડ્યા બાદ અલંગ પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ ત્રણેય આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હોવાનું અલંગ પોલીસે જણાવ્યું હતું.
તળાજાની ખાનગી હોસ્પિટલમાં ઝેરીદવા ની અસર થી અર્ધ બેભાન અવસ્થા માં એક યૂવતી ને લાવવામાં આવી હતી. એજ સમયે યુવતી ના કાકા એ પોતાની ભત્રીજી ને પાદરી ગામના ત્રણ ઈસમોએ ઝેરી દવા પીવરાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. એ ઉપરાંત યૂવતી ભાનમાં આવ્યા બાદ પોતાની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યૂ હોવાનો આરોપ લગાવતી હતી. આ બન્ને ગંભીર આરોપ બાદ પોલીસે તપાસ ના ભાગરૂપે ખાસ કરીને દુષ્કર્મ જેવા કેસ માં ગામમાં જઈને નિવેદનો નોંધ્યા નું પોલીસ જણાવી રહી હતી.