અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાઇ જશેJuly 11, 2019

  • અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાઇ જશે

ગાંધીનગર, તા.11
ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના ભાજપમાં જોડાવવા અંગેના સસ્પેન્સનો અંત આવી શકે છે. આગામી બે સપ્તાહમાં બંને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. અલ્પેશ અને ધવલસિંહે ભાજપમાં જોડાવાની તૈયારી શરૂ કરી છે. અલ્પેશના ભાજપમાં જોડાયા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. તેઓ મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. સીએમના નિવાસસ્થાને યોજાનારી ડીનર ડીપ્લોમસીમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ શકે છે. અલ્પેશ ઠાકોરે એક ટીવી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં આ વાત કબુલી હતી.
રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે બપોર સુધીમાં કુલ 175 પૈકી 150થી વધુ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જે અંતર્ગત ભાજપના તમામ 100 ધારાસભ્યોનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું હતું. જ્યારે કે કોંગ્રસના પણ 49 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ક્રોસ વોટિંગ બાદ અલ્પેશની પ્રથમ પ્રતિક્રિયા આવી હતી, જેમાં તેણે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. અલ્પેશે સ્વીકારી લીધું છે કે તેમને કોંગ્રેસને વોટ આપ્યો નથી.
અલ્પેશે રાજીનામું આપીને કોંગ્રેસને અલવિદા કરી દીધી છે. કોંગ્રેસ પણ આ જ ઇચ્છતી હતી. અલ્પેશે મીડિયાને જણાવ્યું હતું કે, હું મારા અંતરઆત્માને અનુસર્યો છું. કોંગ્રેસના લોકો અપમાન કરે છે મારે ગુજરાતના ગરીબ લોકો માટે કામ કરવું છે. કોંગ્રેસમાં માનસિક ત્રાસ સિવાય કંઇ મળ્યું નથી. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાક્રમ બાદ પરેશ ધાનાણી વિધાનસભાના અધ્યક્ષને મળવા રવાના થયા છે.