ન્યૂઝીલેન્ડને જીતાડવામાં ભારત કામિયાબ!July 11, 2019

  • ન્યૂઝીલેન્ડને જીતાડવામાં ભારત કામિયાબ!
  • ન્યૂઝીલેન્ડને જીતાડવામાં ભારત કામિયાબ!
  • ન્યૂઝીલેન્ડને જીતાડવામાં ભારત કામિયાબ!
  • ન્યૂઝીલેન્ડને જીતાડવામાં ભારત કામિયાબ!
  • ન્યૂઝીલેન્ડને જીતાડવામાં ભારત કામિયાબ!
  • ન્યૂઝીલેન્ડને જીતાડવામાં ભારત કામિયાબ!

 ભારતના ત્રણેય એક્કા ખરે ટાણે નિવડ્યા જોકર ક્ષ રવિન્દ્ર જાડેજાની ધડબડાટી, પણ બાકીનાનો ધબડકો મેન્ચેસ્ટર તા.11
બેટિંગમાં ભારતના જગવિખ્યાત ટોપ-ઑર્ડર બેટ્સમેનો બુધવારે વર્લ્ડ કપમાં ન્યૂ ઝીલેન્ડ સામેની સેમી ફાઇનલમાં ખરા સમયે જ ન રમ્યા અને તેમના ધબડકાથી થયેલી અમંગળ શરૂઆતને પગલે ભારતે ન્યૂ ઝીલેન્ડ સામેના રોમાંચક મુકાબલામાં છેવટે પરાજય જોવો પડ્યો હતો. બહુમૂલ્ય 77 રન બનાવનાર રવીન્દ્ર જાડેજા અને 50 રનનું યોગદાન આપનાર મહેન્દ્રસિંહ ધોનીનો કિવીઓને જડબાતોડ જવાબ અપૂરતો નીવડ્યો હતો અને આખી ટુર્નામેન્ટમાં સૌથી સફળ રહેલી વિરાટસેના છેવટે વામણી પુરવાર થઈ હતી.
ન્યૂ ઝીલેન્ડે ભારતને જીતવા 50 ઓવરમાં 240 રન બનાવવાનો લક્ષ્યાંક આપ્યા બાદ એની સામે 18 રનથી દિલધડક જીત હાંસલ કરી હતી. રોહિત શર્મા (1 રન), વિરાટ કોહલી (1 રન) અને લોકેશ રાહુલ (1 રન) સહિતના ટોપ-ઑર્ડરે લીગ રાઉન્ડમાં સેન્ચુરી-હાફ સેન્ચુરીઓથી વર્લ્ડ કપ ગજાવ્યું હતું, પરંતુ બુધવારે સેમી ફાઇનલ મુકાબલામાં (ખરા સમયે જ) તેઓ પાણીમાં બેસી ગયા હતા. સેમી ફાઇનલમાં તેમની આ નિષ્ફળતા કરિયરમાં સદા માનસિક પીડા આપતી રહેશે.
જડ્ડુ અને બાપુ તરીકે જાણીતા રવીન્દ્ર જાડેજાએ એક-એક બોલમાં સાવચેતીથી રમીને અને જરૂર જણાઈ ત્યારે હિંમતથી ચોક્કા-છગ્ગા ફટકારીને ટીમનું રનમશીન ચાલુ રાખ્યું હતું. તે આઠમા સ્થાને રમવા આવ્યો ત્યારે ટીમનો સ્કોર 6 વિકેટે 92 રન હતો અને એ તબક્કે તેની અને પીઢ અનુભવી
ધોની વચ્ચેની ભાગીદારી બનવાની શરૂઆત
થઈ હતી. જાડેજાએ માત્ર 59 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સરની મદદથી 77 રન બનાવ્યા
હતા, જ્યારે 72 બોલમાં એક ફોર તથા એક સિક્સરની મદદથી 50 રન બનાવનાર પીઢ ખેલાડી ધોની સાથે સાતમી વિકેટ માટે તેની 116 રનની પાર્ટનરશિપ થઈ હતી.
જાડેજાએ જાણે એકલા હાથે ભારતને જિતાડવાની ચેલેન્જ ઉપાડી હતી, પરંતુ 48મી ઓવરમાં ટીમનો સ્કોર 208 રન હતો અને જીત માટે 32 રનની જરૂર હતી ત્યારે જાડેજા પાંચમો છગ્ગો ફટકારવાની લાલચમાં કેન વિલિયમસનને ઊંચો અને આસાન કેચ આપી બેઠો હતો. ત્યાર પછી ધોની અને ભુવનેશ્ર્વર કુમારની જોડી પણ ટીમને જિતાડી શકે એમ હતી, પણ સેક્ધડ-લાસ્ટ ઓવરમાં ધોનીને માર્ટિન ગપ્ટિલે સીધા થ્રોમાં રનઆઉટ કર્યો એ મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો અને ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું.
ભુવનેશ્ર્વર કુમાર અને અને યુઝવેન્દ્ર ચહલે ધોનીની વિદાય પછીના છ બોલમાં વિકેટ ગુમાવી હતી અને ભારતીય ટીમના પડકાર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું, જ્યારે કિવીઓએ રવિવારની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે બીજી સેમી ફાઇનલ (બપોરે 3.00થી લાઇવ) પાંચ વાર ચેમ્પિયન બનેલા ઑસ્ટ્રેલિયા અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ગાંગૂલીને વિરાટની કેપ્ટનશી નથી ગમી નવી દિલ્હી: ભારતીય ટીમની આઈસીસી વિશ્વ કપમાં શાનદાર સફર સેમિફાઇનલના પરાજયની સાથે પૂરી થઈ ગઈ ચે. ભારતની હારની સાથે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. સવાલ ઉઠાવનારમાં ભારતના દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ સામેલ છે. આ બંન્નેએ મેચ બાદ જણાવ્યું કે, વિરાટ કોહલીએ ક્યાં ભૂલ કરી અને તેનો ક્યો નિર્ણય ભારત પર ભારે પડ્યો હતો. સૌરવ ગાંગુલીએ સ્ટાર સ્પોર્ટ્સે કહ્યું કે, ભારતે આ મેચમાં ખરાબ શરૂઆત કરી હતી. તેણે શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ તકે દિનેશ કાર્તિકને ધોની પહેલા મોકલવાનો નિર્ણય યોગ્ય નહતો. સૌરવે કહ્યું, પકાર્તિક એવો ખેલાડી નથી, જેને 40 ઓવરની બેટિંગ કરવાની જવાબદારી આપવામાં આવે. તે બાદમાં આવ્યો હોત તો સારૂ હોત. બીજીતરફ ધોની હંમેશા ધીમી શરૂઆત કરે છે. તે ક્રીઝ પર સમય પસાર કરે છે. તેવામાં સારૂ હોત કે ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ ધોનીને બેટિંગ કરવા માટે મોકલવાની જરૂર હતી. સૌરવ ગાંગુલીએ કહ્યું, સારૂ હોત ધોનીને પ્રથમ બેટિંગ કરવા આવ્યો હોત. ત્યારબાદ કાર્તિક અને હાર્દિકે આવવાની જરૂર હતી, જેથી ભારતની પાસે જીતની વધુ તક હોત. પંડ્યા અને કાર્તિક ઈનિંગના બીજા ભાગમાં સારૂ પ્રદર્શન કરે છે. મારૂ માનવું છે કે જો તે બાદમાં આવ્યા હોત તો સારૂ પ્રદર્શન કરી શક્યા હોત. વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, ધોનીએ પહેલા બેટિંગ કરવા આવવાની જરૂર હતી. તેણે કહ્યું કે, ધોની પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો પોતાના હિસાબથી ગેમ ચલાવત. તેને રમતની સારી સમજ છે. બાદમાં તેનો સાથ આપવા માટે કાર્તિક અને પંડ્યા પણ હોત. તેથી ભારતનું કામ સરળ બની શકતું હતું. ધોનીને કર દી અનહોની માન્ચેસ્ટર: માન્ચેસ્ટરમાં રમાયેલી આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની પ્રથમ સેમિફાઇનલ મુકાબલામાં ન્યૂઝીલેન્ડ ટીમે ભારતને 18 રનથી પરાજય આપ્યો છે.
આ મેચમાં જાડેજા અને ધોની ટીમ ઈન્ડિયાને જીતની નજીક લઈને જઈ રહ્યાં હતા પરંતુ 49મી ઓવરમાં એમએસ ધોનીના રન-આઉટ થતાં ભારતની આશા પૂરી થઈ ગઈ. વિશ્વનો સૌથી સારો ફિનિશર પોતાની આખરી વિશ્વકપ મેચમાં ક્રીઝથી થોડી ઇંચ દૂર રહી હયો અને ભારત મેચ હારી ગયું હતું. આ મેચમાં જાડેજાએ 77 રન બનાવ્યા જ્યારે ધોનીએ 50 રનનું યોગદાન આપ્યું હતું. ધોની અને જાડેજા વચ્ચે 116 રનની ભાગીદારી થઈ હતી. સેમિફાઇનલ મેચમાં ધોની પોતાની જૂની નબળાઇની સામે જજૂમતો જોવા મળ્યો હતો. ધોની સ્ટ્રાઇકને ઓછી રોટેટ કરી રહ્યો હતો અને વધુ ડોટ બોલ રમ્યા હતા. ધોનીની ધીમી બેટિંગને કારણે જાડેજા પર દબાવ વધ્યો અને 48મી ઓવરમાં તે આઉટ થઈ ગયો હતો.
કુલ મળીને મધ્યમક્રમના બેટ્સમેનો માટે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટ સારી રહી નથી. જેથી તેણે પોતા પર દબાવ બનાવી લીધો છે. આ મેચમાં જ્યારે ભારતને પોતાની રન ગતિ વધારવાની જરૂર હતી, તો ધોની લાચાર જોવા મળ્યો હતો. ધોની (50)એ 72 બોલમાં એક ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો હતો.
ધોનીની બેટિંગને જોઈને આ પહેલા પૂર્વ ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ ટિપ્પણી કરી ચુક્યો છે. વીવીએસ લક્ષ્મણે કહ્યું હતું કે, ધોનીએ પોતાના આ અપ્રોચ પર કામ કરવું પડશે. કોહલીનું રાંડ્યા પછીનું ડહાપણ મેન્ચેસ્ટર: ભારતે ગઈ કાલે રિઝર્વ ડેએ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં જીતવા 240 રનનો જે લક્ષ્યાંક મેળવ્યો હતો એને હાંસલ કરવા જતાં શરૂઆતની 45 મિનિટમાં જે ધબડકો અને ખરાબ પર્ફોર્મન્સ બતાવ્યા હતા એના વિશે ખુદ કેપ્ટન વિરાટ કોહલીએ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. ભારતને વર્લ્ડ કપની બહાર કરી દેનાર એ 45 મિનિટના ખરાબ દેખાવને કોહલીએ અસ્વીકાર્ય ગણાવ્યો હતો. કોહલીએ મેચ પછી કહ્યું હતું કે નઆવી ખરાબ રમત રમવામાં આવે અને 45 મિનિટનો પર્ફોર્મન્સ જ્યારે ટીમને ટુર્નામેન્ટની બહાર કરી દે ત્યારે હતાશા તો થાય જ. આવું જરાય ન ચાલે. જોકે, ન્યૂ ઝીલેન્ડના બોલરોને દાદ દેવી પડે. તેમણે અમારી સામે સ્વિંગનું બહુ સારું અજમાવ્યું હતું. કોહલીએ જાડેજા (77 રન)ની બેહદ પ્રશંસા કરી હતી. દરમિયાન, 72 બોલમાં 50 રન બનાવનાર ધોનીના રિટાયરમેન્ટની અટકળ વિશે પૂછાતાં કોહલીએ કહ્યું હતું કે તેણે અમને તેની નિવૃત્તિ વિશે હજી સુધી અમને કંઈ જ જણાવ્યું નથી. ભારતના આ પરાજય સાથે રવિવારે ફાઇનલની મોજ માણવા વિશે અનેક લોકોએ જે યોજનાઓ ઘડી રાખી હશે એ પડી ભાંગી હશે. સેમીમાંથી આઉટ થવામાં ભારતની બાઉન્ડ્રી! નવીદિલ્હી: ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા વિશ્વ કપ 2019મા ભારતીય ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી જ્યાં તેણે ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ વિશ્વકપની 12મી સિઝન છે. ભારતે તમામ 12 સિઝનમાં ભાગ લીધો છે. આ દરમિયાન ટીમ બે વખત ચેમ્પિયન બની છે. 4 વખત સેમફાઇનલ સુધી પહોંચી છે. જ્યારે એકવાર ટીમે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે વિશ્વ કપમાં કુલ 85 મેચ રમી છે, જેમાં તેણે 53મા જીત મેળવી છે તો 29 મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. તો ત્રણ મેચનું પરિણામ આવ્યું નથી.  ઇસ્ટ હો યા વેસ્ટ
જાડેજા ઇઝ ધ બેસ્ટ
મેન્ચેસ્ટર: માંજરેકરની કમેન્ટ પર ધારદાર જવાબ આપ્યા બાદ રવિન્દ્ર જાડેજાની ટીમમાં પસંદગી થતાં ટ્વિટર પર લોકો માંજરેકરની મોજ લઇ રહ્યાં છે. જાડેજાએ આજની મેચમાં પણ રોસ ટેલરને બાઉન્ડ્રી નજીકથી થ્રો કરીને રન આઉટ કર્યા બાદ એક શાનદાર કેચ પણ પકડ્યો હતો. કેચ બાદ તે લોકો સમક્ષ એક લાક્ષણિક અદામાં અભિવાદન કરતો પણ જોવા મળ્યો હતો જેને લોકોઇ ચિયર્સ કરીને વધાવી લીધુ હતું. આ પ્રદર્શન બાદ સર જાડેજા ટ્વીટર પર ત્રીજા નંબરે ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. નાચ ન જાને આંગન ટેઢા: ‘પીચ’નો વાંક કાઢ્યો! માન્ચેસ્ટર: ભૂતપૂર્વ ક્રિકેટરોએ ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની પહેલી સેમી-ફાઈનલ મેચ માટે અહીં ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પરની ઉપયોગમાં લેવાયેલી પિચની ઝાટકણી કાઢી હતી. ટોસ જીતી પહેલા દાવ લેવાનો નિર્ણય કર્યા પછી ન્યૂ ઝીલેન્ડની ટીમ માટે ધીમી અને અલગ અલગ પ્રકારે વર્તેલી આ પિચ પર રન કરવાનું મુશ્કેલ બન્યું હતું અને વરસાદના કારણે રમત વહેલી બંધ કરાઈ હતી ત્યારે 46.1 ઓવરની રમતમાં પાંચ વિકેટના ભોગે 211 રન થયા હતા. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન માર્ક વોએ ટ્વિટર પર પિચની સખ્ત ટીકા કરતા કહ્યું હતું કે ઓલ્ડ ટ્રેફર્ડ ખાતેની આ પિચ બહુ સારી ન હતી અને તે બહુ ધીમી રમી હતી. ઈંગ્લેન્ડના માજી ટેસ્ટ ક્રિકેટર માર્ક બુચરે આ પિચને એઠવાડ ગણાવી હતી. તેણે ટ્વિટર પર કહ્યું હતું કે આ વેળાની વર્લ્ડ કપ સ્પર્ધામાં પિચો કચરા સમાન રહી છે. લેકેંશાયર કાઉન્ટીમાં આવેલ ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે આ પિચ પર પોતાની પ્રથમ કક્ષાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઘણી મેચ રમી ચૂકેલ ઈંગ્લેન્ડના અન્ય ભૂતપૂર્વ ખેલાડી ગ્રેએમ ફાઉલરે કહ્યું હતું કે પહેલી સેમી-ફાઈનલ મેચ માટેની પિચ ઘણી ખરાબ હતી અને તેણે મેચ જોવા મોટી રકમ ખર્ચીને તથા લાંબી મુસાફરી કરી આવેલ દર્શકો માટે ખેદ વ્યક્ત કર્યો હતો. આ પિચ શરમજનક હતી, એમ તેણે વધુમાં કહ્યું હતું. અન્ય માજી અંગ્રેજ ખેલાડી પોલ ન્યુમેને કહ્યું હતું કે પિચ અતિશય ખરાબ હતી અને સવાલ કર્યો હતો કે શું આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના આદેશથી આવી પિચો આ વેળાના વર્લ્ડ કપમાં તૈયાર કરાઇ રહી છે?   પણ, આઈ. સી. સી.એ આવા આક્ષેપને નકારી કાઢતા કહ્યું હતું કે મેદાનના ગ્રાઉન્ડસમેનોને આવી કોઈ સલાહ આપવામાં આવી નથી અને તેઓને ફક્ત સ્પોર્ટિંગ પિચ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું.
ઈંગ્લેન્ડમાં તાજેતરમાં વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં જોવા મળેલ મોટા જુમલાભરી મેચોની વિરુદ્ધમાં વર્તમાનના વર્લ્ડ કપમાં નાના જુમલા નોંધાયા છે. માંજરેકરે જાડેજા સામે ‘હાર’ કબૂલી મેન્ચેસ્ટર: આઈસીસી વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલમાં રવીન્દ્ર જાડેજાએ 77 રનની શાનદાર ઈનિંગ રમી. જોકે, તે ભારતને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીત અપાવી શક્યો નહીં પણ ઘણા લોકોએ તેની પ્રશંસાના પુલ બાંધી દીધા. આમાંથી એક નામ સંજય માંજરેકરનું પણ છે. માંજરેકરે થોડા દિવસ પહેલા વિશે કહ્યું હતું કે, તે એક પૂર્ણ ખેલાડી નથી. પણ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમેલી ઈનિંગ બાદ માંજરેકરનો મૂડ બદલાતો દેખાઈ રહ્યો છે. માંજરેકરે ટ્વીટ કર્યું, તું શાનદાર રમ્યો જાડેજા. માંજરેકરે મેચ પર ચર્ચા કરતા મેદાન પર તેની પ્રશંસા કરી છે. માંજરેકરે કહ્યું કે, આજે તે શાનદાર રમ્યો અને તેણે મને રમતના દરેક ક્ષેત્રમાં મને ખોટો સાબિત કર્યો. તે આજના દિવસનો સ્ટાર પરફોર્મર રહ્યો. આ ચર્ચામાં તેણે જાડેજાની ફિફ્ટી બાદ તેની ઉજવણીની પણ ચર્ચા કરી. અગાઉ માંજરેકરે જાડેજાને પૂર્ણ ખેલાડી ન માનતા કહ્યું હતું કે, તે તેના સ્થાને ટીમમાં એક પૂર્ણ બોલર અથવા બેટ્સમેનને શામેલ કરત. આ વાત પર જાડેજાએ ટ્વીટ કરતા માંજરેકરને ખેલાડીઓનું સન્માન કરવાની વાત કહી હતી.
જાડેજાએ માંજરેકરને જવાબ આપતા કહ્યું હતું કે, માંજરેકરે ખેલાડીઓનું સન્માન કરવું જોઈએ. બાદમાં ભારતે વર્લ્ડ કપ 2019ની સેમિ ફાઈનલમાં સ્થાન બનાવ્યું ત્યારે માંજરેકરે પોતાનું સ્ટેન્ડ બદલ્યું હતું.
જેથી કેપ્ટન વિરાટ કોહલી પણ નારાજ થયો હતો. તેણે આ બાબતે કોચ રવિ શાસ્ત્રી સાથે પણ વાત કરી હતી.