165 કિલો ગૌમાંસ, 3 વાછરડા સાથે મહિલા સહિત 4 ઝબ્બેJuly 11, 2019

 અમરેલીના ચિતલમાં પોલીસના દરોડા
અમરેલી : અમરેલી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે આજે સવારે ચિતલ ગામે ખાટકીવાસમાં રેડ પાડતા રહેણાંક મકાનમાંથી 165 કિલો ગૌવંશનું માસ તેમજ કતલ માટે રાખેલા ગૌવંશ વાછરડા નંગ-3 સાથે એક મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લેવાયો હતો. અમરેલી જીલ્લામાં ગૌવંશને કતલખાને ધકેલવામાં તેમજ ગૌવંશના માસમાં અમરેલી તાલુકાનું ચીતલ ગામ સેન્ટર લખાય છે.
આથી જ આજની ઘટનામાં ગૌપ્રેમીએ અમરેલી પોલીસ ક્ધટ્રોલરૂમ ચિતલમાં વેચાતા ગૌમાસ અંગે જાણ કરતા અમરેલી તાલુકા પોલીસે બે ટીમ બનાવેલ જેણે ચિતલના જીત પ્લોટમાં ખાટકીવાડમાં રહેતા હસીનાબેન રજાકભાઈ, કાદરભાઈ,અલ્તાફ યુનુસ, મહંમદ સહિતના ચાર શખ્સોને રહેણાંક મકાનમાં ગૌવંશ માસ 165 કિલો તેમજ વાછરડા નંગ-3 સહિત કુલ રૂા.21250ના મુદામાલ સાથે ઝડપી લીધેલ હતા.