મોરબી જિલ્લાના વિવિધ વિકાસ માટે 2.63 કરોડનું બજેટ મંજૂરJuly 11, 2019

મોરબી તા.11
મોરબી જીલ્લા પંચાયતની કારોબારીમાં રૂા 2.63 લાખના ખર્ચાનું બજેટ મંજુર કરાયું હતુમોરબી જિલ્લા પંચાયતની આજે કારોબારી મળી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિના ચેરમેન હેમાંગકુમાર રાવલ તથા સચિવ પદે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા હાજર રહ્યા હતા. અગાઉ હળવદના ચરાડવામાં તેમજ નવા દેવાળીયામાં વેનેટરી ડીસ્પેનસરીના નિર્માણ કાર્ય માટે 6 માસની મુદત આપવામા આવી હતી. પરંતુ બન્ને સ્થળોએ જુના પશુ દવાખાનાનું ડિમોલિશન ન કરવાથી તેમજ આચારસંહિતાના અમલથી આ કામ શરૂ ન થઈ શકતા કારોબારીમાં આ કામને વધુ 4 માસની મુદત આપવામાં આવી છે વધુમાં કારોબારી બેઠકમાં રૂ. 2.63 લાખના વિવિધ ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે 6 રિવોલવિંગ ચેર તેમજ મુલાકાતીઓ માટે ખુરશી નંગ 18 કિંમત રૂ. 1.07 લાખ, જિલ્લા પંચાયતમા નાના ડસ્ટબીન 93 અને મોટા ડસ્ટબીન 15 માટે રૂ. 33 હજાર, જિલ્લા પંચાયતની ગાડીમાં ઇમરજન્સી લાઈટ નાખવા રૂ. 15,700, અન્ય એક ગાડીમાં ટોપ રીપેરીંગ કરાવવા માટે રૂ.30 હજાર અને જિલ્લા વિકાસ અધિકારીના સરકારી ક્વાર્ટરમાં એસી ખરીદવા માટે
રૂ. 78 હજાર મંજુર કરવામાં આવ્યા હતા.