કર્ણાટક: સ્પીકરના વલણ સામે બાગી MLA સુપ્રીમમાંJuly 10, 2019

  • કર્ણાટક: સ્પીકરના વલણ સામે બાગી MLA સુપ્રીમમાં

 ધારાસભ્યોએ કહ્યું: અમને મુખ્યમંત્રી સ્વામી અને કોંગ્રેસ નેતા શિવકુમારથી જોખમ છે
મુંબઇ તા.10
કર્ણાટકમાં રાજકીય સંકટ વધી રહ્યું છે. રાજીનામું સ્વીકાર ન થતાં કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે . તેમણે સ્પીકર પર આરોપ લગાવ્યો છે તે, તેઓ જાણી જોઈને વાર કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી કાલે કરે તેવી શક્યતા છે.
મુંબઈમાં બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચેલા કોંગ્રેસ નેતા શિવકુમારને મુંબઈ પોલીસે હોટલમાં જતા રોક્યા છે. આ વિશે શિવકુમારે કહ્યું છે કે, તેમણે અહીં રુમ બુક કરાવ્યો છે. અમુક મિત્રો અહીં રોકાયા છે. તેમની વચ્ચે એક નાનો પ્રોબ્લેમ થઈ ગયો છે.

હું માત્ર ધારાસભ્યો સાથે વાતચીત કરવા માંગુ છું. અગીં ડરાવવા-ધમકાવવાની કોઈ વાત નથી. અમે એક બીજાનું સન્માન કરીએ છીએ. બીજી બાજુ જેડીએસ નેતા એન.ગૌડાના સમર્થકો રેનેસાં હોટલની બહાર શિવકુમાક ગો બેકની નારેબાજી કરી રહ્યા છે.
હોટલની બહાર તહેનાત પોલીસ વિશે શિવકુમારે કહ્યું છે કે, તેઓ તેમનું કામ કરે છે. અમે અમારા મિત્રોને મળવા આવ્યા છીએ. અમે એક સાથે રાજકારણમાં જન્મ લીધો છે અને એક સાથે જ મરીશું. તેઓ અમારી પાર્ટીના લોકો છે અને અમે તેમને મળવા આવ્યા છીએ. ધારાસભ્યોએ માગી સુરક્ષા
મુંબઈની રેનેસાં હોટલમાં રોકાયેલા કોંગ્રેસ અને જેડીએસના 10 ધારાસભ્યોને મનાવવા કર્ણાટક સરકારમાં મંત્રી ડી કે શિવકુમાર અને જેડીએસ ધારાસભ્ય શિવલિંગે ગૌડા બુધવારે ખાસ વિમાનથી બેંગ્લુરુથી મુંબઈ પહોંચ્યા હતા. અહીં બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે, તેમને મુખ્યમંત્રી કુમારસ્વામી અને કોંગ્રેસ નેતા ડી કે શિવકુમારથી જોખમ છે. આ વિશે ધારાસભ્યોએ મુંબઈ પોલીસને પત્ર લખીને સુરક્ષા માંગી છે.  પત્રમાં લખવામાં આવ્યું છે કે, અમે સાંભળ્યું છે કે, સીએમ અને ડીકે શિવકુમાર હોટલમાં આવવાના છે. તે કારણથી અમે ડરેલા છીએ. અમે તેમને મળવા નથી માંગતા. પોલીસને આગ્રહ છે કે, તેમને હોટલમાં આવતા રોકવામાં આવે. પત્રમાં 10 ધારાસભ્યો શિવરામ હેબર, પ્રતાપ ગૌડા પાટિલ, બીસી પાટિલ, એસટી સોમેશેખર, રમેશ જારકિહોલી, બી બસ્વરાજ, એચ વિશ્વનાથ, ગોપાલૈયા, નારાયણ ગૌડા અને મહેશ કુમુતાલીના હસ્તાક્ષર છે.
જેડીએસ ધારાસભ્ય એન ગૌડાએ કહ્યું કે, અમે ગઠબંધન સરકારથી સંતુષ્ટ નથી. કારણકે બંને પાર્ટીઓમાં કોઈ એકતા નથી. કોંગ્રેસે એચડી કુમારસ્વામીને ખૂબ પરેશાન કર્યા છે. તેઓ જે ઈચ્છે તે તેમને કરવા દેવામાં નથી આવતું. તેઓ જ્યારે અમને બોલાવશે ત્યારે અમે સ્પીકરને મળીશું. અમે પાર્ટી નથી છોડી માત્ર ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે.