વડીયામાં અતિવૃષ્ટિ બાદ કૃષ્ણપરા વિસ્તારમાં વેપારીના રોજગાર બંધJuly 10, 2019

  • વડીયામાં અતિવૃષ્ટિ બાદ કૃષ્ણપરા વિસ્તારમાં વેપારીના રોજગાર બંધ

વડીયા તા.10
અમરેલી જિલ્લાનું વડીયા શહેર જ્યા 24,6,2015 ના રોજ અતિવૃષ્ટિ બાદ કૃષ્ણપરા વિસ્તાર મા વેપારીઓના ધંધા અને રોજી રોટી ઠપ્પ થઈ ગયા છે.24,6,2015 ના રોજ અતિવૃષ્ટિ બાદ વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં ઉજ્જડ જેવો માહોલ જણાઈ રહ્યો છે.. ત્યારે વડીયાના સરપંચપતિ છગનભાઇ ઢોલરીયા અને દિવ્યધામ સ્વામિનારાયણ મંદિર તરફ થી વડીયાના કૃષ્ણપરા વિસ્તારને પાછો ધમધમતો કરવા માટે સતત મહેનત શરૂ કરી છે વડીયાના દિવ્યધામ સ્વામિનારાયણ મંદિર થી બસસ્ટેન્ડ સુધી નવા રોડનું આયોજન શરૂ કર્યું છે અને એ રોડ ઉપર શાકમાર્કેટ અને દર મંગળવારે ગુજરી બજાર ભરવાની વિચારધારા રજૂ કરી છે જેથી કરીને બહાર ગામના લોકો ખરીદી કરવા આવશે બસ સ્ટેન્ડથી આ રસ્તે પસાર થશે...ત્યારે વડીયા ના કૃષ્ણપરા વિસ્તાર અને સુરગપરા વિસ્તારની મુખ્ય બજારોના વેપારીભાઈ ઓને વેપાર ધંધામાં લાભો મળશે અને આ આયોજનથી વડીયા શહેરના વેપારિ ભાઈઓમાં ખુશી જોવા મળી તેમજ સમસ્ત ગ્રામજનો અને દિવ્યધામ સ્વામિનારાયણ મંદિર તરફથી વડીયા શહેરના નકશામાં લોકહીત માટે એક નવા રસ્તાનું આયોજન કરાયું છે આ રસ્તાને વેપાર ધંધાની બજાર બનાવવા માટે સરપંચ પતિ છગનભાઈ ઢોલરીયા, સ્વામી નારાયણ દિવ્ય ધામ મંદિર વડિયા, તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ ગણાત્રા તેમજ ગ્રામજનો અને અગ્રણીઓ જહેમત ઉઠાવી રહયા છે...