ખંભાળિયા - પોરબંદર રોડ પરના ગાબડાં પેવરથી પૂરાયાJuly 05, 2019

  • ખંભાળિયા - પોરબંદર રોડ પરના ગાબડાં પેવરથી પૂરાયા

 અનેક વખત રજૂઆત કરતા તંત્ર જાગ્યું
ખંભાળિયા તા,5
ખંભાળિયા - પોરબંદર રોડ પર ખુબ જ મોટા પ્રમાણમાં ખાડા તથા ગાબડા પડ્યા હોય આ બાબતે ખંભાળિયાના આગેવાન હિતેષ આચાર્ય તથા નાગરિક સમિતિના ડો.પડિયા તથા આગેવાનોએ રજૂઆતો કરતા આ બાબતે સ્થાનિક આગેવાન મોહનભાઈ મોકરિયાએ પણ ધ્યાન દોરતા આ અખબારમાં તેનો અહેવાલ આવતા પી.ડબ્લયુ.ડી. તેમના નાયબ ઈજનેર અમિત સોલંકીએ તાકીદે રીપેરીંગ કાર્ય હાથ ધરીને ખંભાળિયા દ્વારકા રોડ પર પોરબંદર બાયપાસથી માંડીને રામનગર, વિઠ્ઠલપુર, કેશોદ, શેટડી વિ. ગામો તથા પોરબંદર રોડ પરના આ રસ્તા પર જ્યાં-જ્યાં ખાડા હતા તે તમામ પેવર ડામર વર્કથી પુરીને આ રસ્તાને રીપેરીંગ કરતા લોકોને રાહત થઈ છે.