પોરબંદરમાં બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોતJuly 04, 2019

પોરબંદર તા.4
પોરબંદરમાં ખારવા સમાજના સૌથી મોટા તહેવાર અષાઢીબીજના આગલા દિવસે બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ખારવા યુવાનનું મોત થતાં પરિવાર ઉપર વજ્રઘાત થયો છે.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરના ચુનાભઠ્ઠાથી મદ્રેસા ગર્લ્સ સ્કુલ તરફ જતાં રસ્તે બાઇક લઇને નિકળેલા અજય બરીદુન નામના યુવકના મોટરસાયકલ સાથે રીક્ષાની ટકકર થતાં અજય નીચે ફંગોળાઇ ગયો હતો અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં તેને હોસ્5િટલે પહોંચાડાઇ ત્યાં સુધીમાં તો મોત થયું હતું. બોટના વ્યવસાય સાથે સંકળાયેલ યુવાનનું આ રીતે અપમૃત્યુ થતાં પરિવારજનો પણ શોકમગ્ન બની ગયા હતા.