ભારતમાં હાર્વર્ડ જેવી યુનિ. સ્થાપશે અંબાણીJuly 03, 2019

  • ભારતમાં હાર્વર્ડ જેવી યુનિ. સ્થાપશે અંબાણી
  • ભારતમાં હાર્વર્ડ જેવી યુનિ. સ્થાપશે અંબાણી

 રૂા.1500 કરોડના
ખર્ચે મુંબઈ નજીક
800 એકરમાં બનાવાશે વિરાટ સંકુલ
નવીદિલ્હી તા,3
ટેલિકોમ ક્ષેત્રે છવાઈ ગયા બાદ મુકેશ અંબાણી હવે શિક્ષણ ક્ષેત્રે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ડંકો બોલાવવા તૈયાર છે. ગણગણાટ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે સરકારની એમ્પાવર્ડ એક્સપર્ટ કમિટી (ઈઈસી)ને જાણ કરી છે કે તે પ્રસ્તાવિત જિયો ઈન્સ્ટિટ્યુટ બનાવવા માટે 1500 કરોડ રૂપિયા રોકાણ કરશે અને આગામી બે વર્ના ગાળામાં વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટી બનાવશે. તમામ મોટી યુનિવર્સિટીને નિયંત્રિત કરતી ઈઈસીએ ભૂતકાળમાં એપ્રિલ મહિનામાં ડિલે કરવા બદલ જિયો ટીમ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
અત્યારે મુકેશ અંબાણીનું ગૃપ સ્ટેનફર્ડ યુનિવર્સિટી અને નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના એક્સપર્ટ્સ સાથે પણ ચર્ચામાં છે. ફેસિલીટી ઊભી કરવા તે સિંગાપોરની નેનયંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના સંપર્કમાં છે. સરકારે 2018માં ગ્રીનફિલ્ડ ઈન્સ્ટિટ્યુટ તરીકે જિયો ઈન્સ્ટિટ્યુટની પસંદગી કરી ત્યારે પણ ચર્ચા ઊઠી હતી. વિરોધીઓનું કહેવું હતું કે ફ્યુચર પ્લાનના આધારે જિયો યુનિવર્સિટીને આ માન આપવામાં આવ્યું છે. ખાનગી અને જાહેર ક્ષેત્રમાંથી છ યુનિવર્સિટીની પસંદગી થઈ હતી જેમાં જિયો ઈન્સ્ટિટ્યુટનો સમાવેશ થાય છે.
રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્સ્ટિટ્યુટ ઑફ એજ્યુકેશન એન્ડ રિસર્ચે યુનિવર્સિટી બનાવવા માટે રૂ. 775 કરોડનું રોકાણ કરી દીધું છે. નાણાંકીય વર્ષ 2020માં તે બીજા રૂ. 600 કરોડનું રોકાણ કરશે. યુનિવર્સિટીના આયોજન મુજબ સપ્ટેમ્બર 2019થી ઓક્ટોબર 2020 વચ્ચે ફેકલ્ટીની રિક્રુટમેન્ટ થઈ જશે અને 2011-22 માટે એડમિશન પણ ચાલુ થઈ જશે. ફેકલ્ટી એસોસિયેશન માટે અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી (એમઆઈટી) સહિત અનેક અગ્રણી યુનિવર્સિટી સાથે વાતચીત ચાલી રહી છે. અહીં એન્જિનિયરિંગ, નેચરલ સાયન્સ, આર્ટ્સ, હ્યુમેનિટીઝ, સોશિયલ સાયન્સ, મેનેજમેન્ટ અને આંત્રપ્રોન્યોરશીપ અને ડિજિટલ મીડિયા તથા જર્નાલિઝમના કોર્સ શીખવવામાં આવશે.
જિયો ઈન્સ્ટિટ્યુટ મુંબઈની બહાર કરજતમાં 800 એકરની જમીનમાં બનશે. નવી મુંબઈમાં 150-200 એકરમાં પથરાયેલા ગ્લોબર ઈકોનોમિક હબ જેવી જ તેની ડિઝાઈન હઈ શકે છે. પર્યાવરણની ચિંતાને કારણે રિલાયન્સ કરજતમાં હબ ઊભું નહતું કરી શક્યું અને તેને નવી મુંબઈમાં વિસ્તારવામાં આવ્યું હતું.