સની દેઓલને ચૂંટણી ખર્ચ ‘માથે પડવાનો’?June 20, 2019

  • સની દેઓલને ચૂંટણી ખર્ચ ‘માથે પડવાનો’?

ચંડીગઢ, તા.20
ફિલ્મ અભિનેતા અને ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલની હાલની લોકસભા ચૂંટણીમાં પોતાના ખર્ચનો અહેવાલ આપવા જણાવાયું છે કારણ કે ખબર પડી કે તેનો ચૂંટણી ખર્ચ 70 લાખ રૂપિયાની વૈધાનિક સીમા કરતા વધારે હતો. એક અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. ગુરદાસપુર જિલ્લા ચૂંટણી અધિકારી વિપુલ ઉજ્વલે દેઓલને પોતાનો ચૂંટણી ખર્ચના ખાતાનો અહેવાલ આપવા માટેની નોટિસ ઇશ્યું કરી છે. ઉજ્વલે કહ્યું કે, અમને માહિતી મળી છે કે તેનો ચૂંટણી ખર્ચ 70 લાખ રૂપિયાથી વધારે હતો. દેઓલે ગુરદાસપુર સીટ પર કોંગ્રેસનાં ઉમેદવાર સુનીલ જાખડને 82,459 મતોના અંતરથી હરાવ્યા હતા. ઉજ્વલે ચૂંટણી ખર્ચના આંકડા પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો પરંતુ અધિકારીક સુત્રોએ કહ્યું કે, પ્રારંભિક ગણત્રી અનુસાર દેઓલનો ચૂંટણી ખર્ચ 86 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું.