લગ્નની ગાડી નહેરમાં ખાબકી: 6 બાળકો ‘તણાયાં’June 20, 2019

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઈન્દિરા નહેર પાસે મોટો અકસ્માત થયો છે. લગ્ન સમારંભમાંથી પાછી ફરેલી એક ગાડી નહેરમાં ખાબકી. આ ગાડીમાં 15થી 16 લોકો સવાર હતાં જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતાં. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં અડધા ડઝન જેટલા બાળકો નહેરમાં વહી ગયા છે. ગઉછઋની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. લખનઉના નગરામ પોલીસ સ્ટેશનના પટવા ખેડા ગામ પાસે ઈન્દિરા નહેરમાં આ અકસ્માત થયો. પોલીસ ફોર્સ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કાર્ય હાલ ચાલુ છે. અડધો ડઝન જેટલા છોકરાઓ નહેરમાં લાપત્તા છે. બાળકોને શોધવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે છે. તમામ લોકો બારાબંકીથી લોની કટરાના સરાય પાંડે ગામના હોવાનું કહેવાય છે.
ગાડીમાં સવાર તમામ મહિલાઓ અને પુરુષોને સુરક્ષિત કાઢવામાં આવ્યાં છે. પરંતુ બાળકો હજુ પણ ગુમ છે. ઘટના મોડી રાતે ઘટી હતી.