રણભૂમિ રાજસ્થાનમાં મેઘરાજાની બાકાઝીંક 11 ઇંચJune 20, 2019

 મહારાણા પ્રતાપના ચિત્તોગઢમાં પણ
8 ઇંચ ખાબકયો
જોધપુર તા.20
પ્રદેશમાં મોનસૂનની રાહ જોવાઈ રહી છે પણ પ્રિ-મોનસૂનના વરસાદમાં જ અનેક જિલ્લાને જળબંબાકાર કરી મૂક્યા છે. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ગત 24 કલાકમાં પ્રતાપગઢમાં 11 ઈંચ વરસાદ થયો તો 5 કલાકમાં ચિત્તોડગઢમાં 8 ઈંચ વરસાદ પડ્યો. રેલવે સ્ટેશનના વિસ્તારમાં 3 ફૂટ પાણી ભરાઈ ગયું હતું. રાજસ્થાનમાં મોનસૂનના 3 જુલાઈ સુધી આગમનની શક્યતા છે. હવામાન વિભાગે દેશમાં મોનસૂન સિઝનમાં સામાન્ય વરસાદનો અનુમાન લગાવ્યું છે.
સતપુડા ગામના તળાવમાં પાણી વધવાથી લગભગ દોઢ હજાર ઘેટાં-બકરાં ડૂબી જતાં મૃત્યુ પામ્યાં. ગંભીરી તથા બેચડ નદી પર બનેલ એનીકટ જળબંબાકાર થઈ ગયું. ઉદયપુર વિભાગના મોટા ભાગનાં નદી-નાળાં છલકાઈ ગયાં હતાં. ચાલુ વર્ષે મોનસૂન નક્કી સમય કરતાં લગભગ એક અઠવાડિયાના વિલંબથી ભારત પહોંચ્યું છે. આ કારણે દેશમાં જૂનમાં 18 મે સુધી વરસાદ સરેરાશથી 44 ટકા ઓછો થયો હતો. જોકે રાજસ્થાનમાં સરેરાશથી 59 ટકા વરસાદ વધુ પડ્યો છે.