કાલે સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ વરસાદમાં અનિયમિતતા દર્શાવે છેJune 20, 2019

 પ્રવેશ સમયે ચંદ્ર કુંભ રાશિમાં, ધનિષ્ઠા
નક્ષત્ર, વાહન હાથી અને વિષ્કુંભ યોગ છે
ર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશે જેઠ વદ પાંચમને શનીવાર તા. 22-6ના દિવસે સાંજના 5.21 કલાકે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિધીવત ચોમાસાની શરૂઆત થશે સૂર્યના આદ્રા નક્ષત્રના પ્રવેશ સમયે ચંદ્ર કુંભ રાશીમાં છે ઘનિષ્ઠા નક્ષત્ર છે વિષકુંભ યોગ છે વાહન હાથીનું છે આદ્રા નક્ષત્રના પ્રવેશ સમયે વૃશ્ર્ચિક લગ્ન છે આમ ફળ કથન પંચાગ પ્રમાણે જોતા ધાન્ય સારૂ પાકે ફળ ઓછા પાકે કુંડળીના ગ્રહ પ્રમાણે જોતા આઠમા સ્થાનમાં સૂર્યક રાહુલ મંગળ છે આથી વરસાદમાં અનીયમીતતા રહેવાની શકયતા રહેલી છે પવનનું જોર રહે આદ્રા નક્ષત્રના સ્વામી રુદ્ર એટલે સ્વયં ભગવાન શિવ છે આદ્રાનો અર્થ થાય ભીંજાવુ જયારે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યાર બાદ લોકોએ ભેજવાળા વાતાવરણના લીધે જમવામાં પરેજી રાખવી જરૂરી બને છે બને ત્યાં સુધી લીલા શાકભાજી અને તળેલી વસ્તુઓ ઓછી જમવી સૂર્યના આદ્રા નક્ષત્રના પ્રવેશ સમયે આસામમાં કામાખ્યામાં પણ ત્રણ દિવસ સુધી માતાજીના દર્શન બંધ રહે છે. 27 નક્ષત્રોમાંથી 11 નક્ષત્ર વરસાદના છે અને આદ્રા નક્ષત્ર લેશે એટછલે ચોમાસુ ચાલુ થયુ ગણાય છે આ વર્ષે 22 જુનો સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશે અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે આદ્રા નક્ષત્ર પ્રવેશવાની સાથે જૈન લોકો કેરીનો ત્યાગ કરે છે.