જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં 1500 વૃક્ષો વાવવાનું આયોજનJune 20, 2019

જૂનાગઢ તા.20
પર્યાવરણની જાળવણી સાથે જૂનાગઢની સીવીલ હોસ્પિટલને હરીયાળી બનાવવાનાંપ્રયાસો સાથે 1500 વૃક્ષોનું વાવેતર હાથ ધરવામાં આવી રહ્યું છે.
શહેરનાં મજેવડી દરવાજા નજીક આવેલ 8 માળની વિશાળ સીવીલ હોસ્પિટલ પાસે એટલીજ વિશલળ અને વેરાન ખૂલી જગ્યા છે.ત્યારે સીવીલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. ભાવેશ બગડા આર.એમ.ઓ. સોલંકીની હોસ્પિટલને પર્યાવરણની દ્રષ્ટીએ સમૃધ્ધ બનાવવા અને હોસ્પિટલને હરીયાળી બનાવવાના નેમ સાથે વૃક્ષોનું જતન થઈ સારી રીતે ઉછષર પામે તે માટે સંકલ્પો પણ લેવામા આવી રહ્યો છે.
ખાતર અંગે ફયિાદ
ખેડૂત સમાજ જૂનાગઢના પ્રમુખ મહમદ અડાએ રાજ્યના મુખ્યમંત્રીને જિલ્લા કલેકટર મારફત એક આવેદનપત્ર પાઠવી આક્ષેપ કર્યો છે કે વાવણી સમયે અમુક ખાનગી કંપનીઓ મસમોટી અને લોભામણી જાહેરાતો આપી. ભોળા ખેડૂતોને બોગસ બિયારણ અને ખાતર પધરાવી દે છે. જેના કારણે પાક નિષ્ફળ જાય છે અને ખેડૂત પાયમાલ થાય છે તો કેટલાક આત્મહત્યા કરી લે છે.