બહાદુર અધિકારીઓ રેકડીવાળાને હેરાન કરતા હોવાથી ઉગ્ર રજૂઆત-રચના માડમJune 20, 2019

જામનગરના કોર્પોરેટરની અનેક રજુઆત બાદ પણ લારી વાળાનો સામાન ખરાબ થાય તે રીતે હટાવાતા કરી ઉગ્ર રજુઆત જામનગર તા,20
છેલ્લા બે વર્ષથી રચનાબેન નંદાણીયા રેકડીઓ દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા ગરીબવર્ગ માટે લડત ચલાવે છે રચનાબેન નંદાણીયા દ્વારા જે.એમ.સી.ના અધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યોથી, સંસદ સભ્ય, મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી સુધી લેખીત રજુઆત અગાઉના સમયમાં કરવામાં આવી હતી કે જે ટ્રાફીકમાં નડતર રૂપ ના હોય તેવી જગ્યાઓ પર લારી કે ગલ્લા રાખી પોતાનું ગુજરાન ચલાવે છે આખો દિવસ મહેનત કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. વડીલોની દવાઓ, બાળકોનું ભણતર તેમજ જીવન જરૂરીયાતની ખરીદી પોતાનું જીવન ગુજારે છે. તેવા ગરીબ વર્ગ પર અધિકારી દ્વારા અન્યાય કરવામાં આવે છે.
રચનાબેન નંદાણીયાની લડાઈ નિસ્વાર્થ છે તેવું માનવું છે કે પ્રધાનમંત્રી ખુદ નાના ધંધાર્થીઓ દાખલા તરીકે ભજીયા બનાવીને પણ પોતાનું ભરણપોષણ કરી શકે તેવા લોકોને પ્રોત્સાહન આપે છે. બહાદુર અધિકારીઓ ગેરકાયદેસર બા:ધકામ કરનાર બિલ્ડરોને છાવરે છે તેને કહી નથી કહેતા, પરંતુ ગરીબ રેકડીવાળા લોકોને હેરાન કરે છે. ત્યારે આવું અન્યાય સહન નહી કરી લેવામાં આવે અને આના વિરુધ્ધ લડત કરવામાં આવશે. તેવા સારા હેતુથી તમામને વિનંતી કરે છે કે ગરીબોને હેરાન ન કરો એમને કામ કરવા દયો. જયારે આવા કર્મષ્ઠીઓ નાના ધંધા જેમ કે રેકડી ચલાવીને પોતાના પરિવાર સાચવે છે તેને હેરાન ન કરવા જોઇએ તેવી રજુઆત કરવા અવાર નવાર વરણવાભાઇ પાસે ગયા, કુંભારણા ભાઇને પણ અનેકવાર લેખીત અને મૌખિક રજૂઆત કરી, પરંતુ ફરીથી રેકડીઓનો સામન ખરાબ થાય એ રીતે લારીઓ હટાવતા આ અન્યાય સામે રચનાબેન દ્વારા થોડી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.