જામનગર માં બે જુથ વચ્ચે દિગજામ સર્કલ પાસે મારામારીJune 20, 2019

જામનગર તા. 20
જામનગરમાં દિગજામ સર્કલ પાસે હનુમાન ટેકરી પાસે જૂથ અથડામણ થઈ હતી .ભારે પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં કરફ્યુ જેવો માહોલ થઈ ગયો હતો બે કોમ વચ્ચે જૂનું મનદુ:ખના કારણે મારામારી થઈ છે ઘટનાની જાણ થતાં જ એસ.પી.સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તાત્કાલિક પરિસ્થિતિને શાંત પાડવામાં આવી હતી.
દલિત અને કોળી વચ્ચે અગાવના જુના મન દુ:ખમાં ડખો થયો હતો .અને બાદમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો .તો મેયરને ઘટનાની જાણ થતા હનુમાન ટેકરીએ પહોંચ્યા હતા અને જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ અને ડીવાયએસપી અજયસિંહ જાડેજા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા . બાદમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ પહેરો પણ ગોઢવી દેવામાં આવ્યો હતો .તો સીટી સી ડીવીજન પીઆઇ પાંડોર દ્વારા હુમલામાં ઘવાયેલાઓની ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી . અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક જી જી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી આમ મેયર હસમુખ જેઠવા અને એસ.પી.ની દરમિયાનગીરીથી મામલો શાંત પડયા.