ધ્રાંગધ્રા પંથકમાં પાણી નહીં છોડાતા કેનાલમાં બેસી ખેડૂતોએ કરી રામધૂનJune 20, 2019

  • ધ્રાંગધ્રા પંથકમાં પાણી નહીં છોડાતા કેનાલમાં બેસી ખેડૂતોએ કરી રામધૂન

 મહિલાઓ અને બાળકોએ સરકારને જગાડવા આપ્યો નવતર કાર્યક્રમ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા પંથકની કેનાલમાં ખેતી માટે પાણી છોડવાની માંગ સાથે ખેડુતોને દાદ નહિ મળતા ખેડુતોની મહિલાઓ દ્વારા ખાલી કેનાલના તળીયે બાળકોને બેસાડી સતત ત્રણ કલાક સુધી રામધુનનો નવતર કાર્યક્રમ આપી સરકારને જગાડવા પ્રયત્ન કર્યો હતો. અહી પહોચેલી પોલીસ અધિક્ષક આંદોલન હોઈ મહિલાઓનુ અટકાયતી કરવાનું ટાળ્યું હતુ.
જેથી ધ્રાગધ્રા પંકના ખેડુત મહિલાઓ દ્વારા રાજચરાડી ગામ પાસે આવેલી ખાલી કેનાલના તળીયે બેસી ખેડુત મહિલાઓ દ્વારા ધોધખતા તાપમાન વચ્ચે રામધુનનો કાર્યક્રમ કર્યો હતો. બપોરના સમયે આ મહિલાઓ દ્વારા સરકારની આંખો ઉઘડે તે માટે કલાકો સુધી રામધુન કરી હતી. સાથે મહિલાઓ પોતાના નાના બાળકોને પણ સાથે રાખી કેનાલના તળીયે બેસાડી સરકારને લાંછન રુપ લાગે તે માટે આ કાર્યક્રમ યોજ્યો હતો. ખેડુતો દ્વારા પાણીના પોકાર બાદ સરકારને સફાળી જગાડવાના આંદોલનોમા આ વખતે મહિલાઓ રણચંડી બની હતી. સરકાર સામે વિરોધ્ધ અને પાણી પ્રશ્ને આંદોલનમા જોડાયેલી મહિલાઓ ઉગ્ર જોવા મળ્યા હતા. જોકે મહિલાઓ દ્વારા કેનાલના તળીયે રામધુન કાર્યક્રમમા મેથાણ, માનપુર, સોખડા, રાજચરાડી સહિતના ગામોની ખેડુત મહિલાઓ સાથે ગુજરાત કિશાન સંગઠનના ખેડુતો પણ જોડાયા હતા. સ્થાનિક પોલીસને કાર્યક્રમની જાણ થતા જ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ રામધુન સિવાય અન્ય કોઇ જલદ કાર્યક્રમ નહિ હોવાના લીધે પોલીસે ખેડુત મહિદાઓની ધરપકડ કરવાનુ ટાળ્યુ હતુ. અંદાજે ત્રણેક કલાક રામધુન શરુ રાખી અંતે મહિલાઓ દ્વારા શાંતિપુર્ણ કાર્યક્રમનુ સમાપન કરાયુ હતુ.