ભાવનગરમાં પોલીસ પુત્રને ધમકાવી બે રાઉન્ડ ફાયરિંગJune 20, 2019

  • ભાવનગરમાં પોલીસ પુત્રને ધમકાવી બે રાઉન્ડ ફાયરિંગ

 સમાધાનના બહાને બોલાવી બે શખ્સે મારી નાખવાની ધમકી આપી
 ડીવાયએસપી સહિતનો કાફલો દોડ્યો, મોડી રાત્રે એકને દબોચી લેવાયો
ભાવનગર તા,20
ભાવનગરમાં પોલીસપુત્ર સાથે બે શખ્સોનો ઝઘડો થયા બાદ સમાધાન માટે મોડીરાત્રે કેસન્ટ સર્કલ નજીક ભેગા થતા સમાધાન બાદ ફરી બે શખ્સો એ પોલીસપુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ડર બતાવવા હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગના આ બનાવથી પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે બે પૈકી એક આરોપીને ઝડપી લીધો છે.
બનાવની મળતી વિગતો મુજબ શહેરની જુની પોલીસ લાઈનમાં રહેતા યાસીનભાઇ યુનુસભાઇ (ઉ.વ.24) શહેરના જવાહર મેદાનમાં બેઠો હતો ત્યારે બ્રીજરાજસિંહ ગોહીલ અને દિવ્યરાજસિંહ ઝાલા નામના બે શખ્સે સાથે સામાનય બાબતે બોલાચાલી થઇ ઝઘડો થયો હતો. આ બાબતે સમાધાન કરવા ગઇ મોડી રાત્રે સમાધાન કરવા શહેરમાં કેસન્ટ સર્કલ નજીક ભેગા થયા હતા જયાં આ બંને શખ્સોએ પોલીસ પુત્ર યાસીન ઉનડ સાથે સમાધાન નહી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બે પૈકી બ્રિજરાજસિંહ ગોહીલે ગાળો આપીયાસીનને ડરાવવા પોતાની પાસે રહેલ પીસ્તોલ કાઢી હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી બંને

નાસી છુટયા હતા. ફાયરીંગ થયાના આ બનાવની જાણ થતા સીટી ડીવાયએસપી મનીષ ઠાકર, સીડીવીઝન પોલીસ, એલ.સી.બી. પોલીસ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે મોડી રાત્રે જ ફાયરીંગ કરનારા કાળીયાબીડ વિસ્તારમાં રહેતા બ્રિજરાજસિંહ ને દબોચી લીધો હતો અને બીજા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.