રાજકોટથી અમદાવાદ લઇ જઇ હૃદયનું સકસેસ ટ્રાન્સપ્લાન્ટJune 20, 2019

  • રાજકોટથી અમદાવાદ લઇ જઇ હૃદયનું સકસેસ ટ્રાન્સપ્લાન્ટ
  • રાજકોટથી અમદાવાદ લઇ જઇ હૃદયનું સકસેસ ટ્રાન્સપ્લાન્ટ
  • રાજકોટથી અમદાવાદ લઇ જઇ હૃદયનું સકસેસ ટ્રાન્સપ્લાન્ટ
  • રાજકોટથી અમદાવાદ લઇ જઇ હૃદયનું સકસેસ ટ્રાન્સપ્લાન્ટ

50 હજાર દર્દી હૃદયની રાહમાં : ડો. ધીરેન શાહ  ગુજરાતમાં રાજકોટ, સુરત અને દેશમાં દક્ષિણ ભારત અંગદાન ક્ષેત્રે સૌથી આગળ છે
રાજકોટ : આજે દેશમાં અનેક દર્દીઓ હૃદયની રાહ જોઇને બેઠા છે જેમાં કેટલાક જન્મજાત ખોડ ધરાવે છે તે કેટલાકને કોઇ કારણસર હૃદય કાર્ય કરતું ઘણું ધીમું પડી ગયું હોય છે. તેમને હૃદય ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે એમ સીમ્સ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ ચીફ ડો. ધીરેન શાહએ જણાવ્યું હતું. સવાણી હોસ્પિટલ ખાતે એક ખાસ મુલાકાતમાં ડો. ધીરેન શાહએ કહ્યું હતું કે જરૂરીયાતમંદ દર્દીઓ હૃદય માટે ટળવળે છે ત્યારે બીજી બાજુ જાગૃતિને અભાવે હૃદય સમેતના અંગો કિડની, લીવર, ચક્ષુ જેવા મહત્વના કિંમતી અંગો સાથે વ્યક્તિને મૃત્યુના કેસમાં દફનાવી કે અગ્નિદાહ આપી દેવાય છે. અગર જરૂરીયાત મંદ દર્દી સુધી આ અંગો પહોંચે તો તેમને નવજીવન મળે છે. ડો. ધીરેન શાહે એમ પણ કહ્યું હતું કે એક અંદાજ મુજબ 50 હજાર જેટલા હૃદયના દર્દીઓ હશે કે જેમને હૃદય બદલવાની જરૂર છે તેઓ કોઇ બ્રેઇન ડેડ વ્યક્તિના ધબકતાં હૃદયની રાહમાં છે. આ માટે જનજાગૃતિ જરૂરી છે અને લોક જાગૃતિ આવશે તો જ દર્દીઓની માંગને પહોંચી શકાશે કોઇનાં જીવનમાં દીપ જલાવી શકાશે. ગુજરાતમાં રાજકોટ અને સુરત મોખરે છે જયારે દક્ષિણ ભારત ઓર્ગન ડોનેશન બાબતે સૌથી આગળ છે. ક્ષ ગ્રીન કોરીડોરમાં એસ્કોર્ટ, પોલીસની બે કાર સાથે અંગો અમદાવાદ લઇ જવાયા : બ્રેઇનડેડ જયના હૃદય, લીવર, કિડની, ચક્ષુનું દાન કરાયું
રાજકોટ તા. 20
રાજકોટના ઇતિહાસમાં આજે એક મોરપીછ ઉમેરાયું હતું. ઇતિહાસ રચાયો હતો રાજકોટથી એક બ્રેઇન ડેડ કિશોરનું હૃદય બી.ટી. સવાણી હોસ્પિટલ થી એરપોર્ટ સુધી ખાસ ગ્રીન કોરીડોર બનાવી હવાઇ માર્ગે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને સવારમાં જ હૃદયની તકલીફથી પીડાતા એક 42 વર્ષના યુવાનમાં રોપવામાં આવ્યું હતું. અને આ યુવાન મૃત્યુની આગોશમાંથી પરત ફર્યો હતો તેના પરિવારમાં જાણે સોનાનો સુરજ ઉગ્યો હતો એટલું જ નહીં આ બ્રેઇન ડેડ કિશોરનું લીવર, 2 કિડની, 2 ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. આ બન્ને કિડની અને લીવર અમદાવાદ કીડની હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું અને સાંજ સુધીમાં તેનું પણ પ્રત્યારોપણ કરી દેવામાં આવશે. આમ, એક 15 વર્ષનો કિશોર મૃત્યુ પછી પણ અમર થઇ ગયો છે અને 6 વ્યક્તિઓમાં જીવીત રહેશે. અહીં વીધીની વક્રતા એ છે કે ઉપરોકત છ વ્યક્તિઓના શરીરમાં કિશોર નામે જય સાજણભાઇ મોઢવાડીયા ઉ.વ. 16 જીવિત રહેશે એને શંકાને સ્થાન નથી પરંતુ જયના પરિવાર ઉપર આફત આવી અને જયને લઇને જ જંપી જેની વ્યથા જયના પરિવાર જનો જ સમજી શકે.
આ અંગેની મળતી વિગત મુજબ પોરબંદર રહેતા સાજણભાઇ મોઢવાડીયાનો મોટો પુત્ર જય લશ્કરમાં પીતાની જેમ જ જોડાઇને દેશની સેવા કરવાની મહેચ્છા ધરાવતો હતો પિતા લશ્કરમાં હોય નાનપણથી જ તેનામાં દેશ ભક્તિના અને દેશ સેવા કરવાની ભાવના આરોપાય હતી દિલ્હીમાં જન્મેલા જય તેના પિતા સાથે જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર પણ અનેક વાર જઇ આવ્યો હતો અને આમ નાનપણથી જ તેનામાં દેશ સેવાના બીજ રોપાયા હતાં અને એથી જ બાલાછડી સૈનીક સ્કુલમાં અભ્યાસ માટે જોડાયો હતો અને હાલ ધો. 10માં આવ્યો હતો ત્યારે જ અભ્યાસની અગાઉથી તૈયારી આદરી હતી અને પોરબંદર માતા - પિતાને ત્યાં વેકેશનમાં ફરવાને બદલે ટયુશન શરૂ કર્યા હતાં. પરંતુ કુદરતને કંઇક જુદુ જ મંજુર હતું ગત તા. 17મી એ જય ટયુશનમાંથી પરત ફરતો હતો ત્યારે પાછળથી ત્રીપલ સવારી વાળા મોટર સાયકલે હડફેટે લીધો હતો અને તેને ગંભીર ઇજા પહોંચી હતી.
અકસ્માતમાં ઇજા પામેલા જય મોઢવાણીયાને તાકીદે પોરબંદરથી રાજકોટ ડોકટર ગૌરાંગ વાઘાણીની પાયોનીયર હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ મગજમાં ગંભીર ઇજા પામેલ હોય જયની તબીયતમાં કોઇ સુધારો જણાતો નહોતો અને આખરે તેને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો આથી તેના પરિવાર ઉપર વજ્રઘાત થયો હતો પરંતુ લશ્કરમાં (આર્મી)માં ફરજ બજાવી ચુકેલા જયના પિતા સાજણભાઇ એ જયના અંગો કોઇ જરૂરીયાત મંદ દર્દીને કામ આવે તે માટે અંગ દાનનો નિર્ણય કર્યો હતો જયના મમ્મી, દાદા સહિતના સૌએ ઓર્ગન ડોનેશનનો નિર્ણય વધાવ્યો હતો અને રાજકોટના ઓર્ગન ડોનેશન માટે કામ કરતા ડોકટર સંકલ્પ વણજારા, ડો. દીવ્યેશ વીરોજા, ભાવનાબેન મંડલી, નીતીન ભાટલીયા અને વીનુભાઇ સહિતનાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને અંગ દાન માટે બી.ટી. સવાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને તેની સાથો સાથ હૃદય માટે સીમ્સ હોસ્પિટલ અમદાવાદ ડો. ધીરેન શાહ કીડની અને લીવર માટે અમદાવાદ કીડની

હોસ્પિટલના ડો. એચ.એન.ત્રિવેદી તેમજ ડો. પ્રાંજલ મોદી જમાલ રીઝવી ડો. સુરેશને જાણ કરવામાં આવતા તેમની ટીમ રાજકોટ આવી પહોંચી હતી રાજકોટ બી.ટી. સવાણી હોસ્પિટલ ખાતે ડો. વિવેક જોશી, ચેતન મીસ્ત્રી, રશ્મીનભાઇ ગોર, અમિત દુબરીયા સહિતના ડોકટરઓ અને પેરામેડિકલ સ્ટાફ ખડે પગે થઇ ગયો હતો અને હોસ્પિટલ તરફથી ની:શુલ્ક તમામ વ્યવસ્થા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો બીજી બાજુ પોલીસને પણ જાણ કરાતા પોલીસ કમીશ્નરએ ગ્રીન કોરીડોર માટે વ્યવસ્થા કરી આપી હતી રાત્રે દોઢ વાગ્યે ખાસ વિમાન દ્વારા ડો. ધીરેન શાહ અને તેમના સહયોગી ડો.વિપુલ આહીર, હીરેન ધોળકીયા, ઉલ્લાસ પઢીયાર, કો. ઓર્ડિનેટર સુનીલ અગ્રવાલ સહિતનો સ્ટાફ આવી પહોચ્યો હતો વ્હેલી સવારે ડો. ધીરેન શાહ સહિતના ડોકટરો જયના પરિવાર જનો સાથે વાતચીત કરીને બેઠક કરીને સૌ પ્રથમ હૃદય ખાસ પ્રકારના પરફયુઝન અને ખાસ પ્રકારના આઇસ બોકસમાં રાખી હવાની ગતીએ મારતી મોટરે ગ્રીન કોરીડોર થકી એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી સવારે પોણા છ વાગ્યે ઉડાન ભરી હતી. આ બાજુ આ હૃદય અમદાવાદ સીમ્સ હોસ્પિટલમાં આણંદના શકીલભાઇ ઉ.વ. 42 નામના એક દર્દી આરોપવાની તૈયારી આરોપી લેવામાં આવી હતી અને અમદાવાદ પણ ખાસ ગ્રીન કોરીડોર દ્વારા સીમ્સ હોસ્પિટલ ટીમ પહોંચી હતી અને શકીલભાઇના નબળા હૃદયના સ્થાને જયનું હૃદય આરોપવામાં આવ્યું હતું. તેની સાથો સાથ રાજકોટથી બે કીડની, અને લીવર લઇને અમદાવાદ પહોંચેલી ટીમ સાંજ સુધીમાં બન્ને કીડની અને લીવર અલગ - અલગ વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરી દેશે.
આમ, જય મોઢવાડીયા મૃત્યુ પછી પણ એક નહીં પરંતુ છ છ વ્યક્તિઓમાં જીવીત રહેશે. અને આ છ દર્દીઓના પરિવારમાં સંભારણું બની રહેશે. જે એક અમરત પામવા જેવી જ બાબત છે. હૃદય સમેતનાં અંગદાન માટે યશભાગી ટીમ
જય મોઢવાડિયા નામનાં કિશોરનું બ્રેઇન ડેડ થતાં તેનું હૃદય, કિડની, ચક્ષુ અને લીવરનું દાન કરાયું તે જયારે ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણજારા: ડો. સુહાસ શેઠ, ડો.બીના અજુડિયા, ડો. દુષ્યંત શેખલિયા, ડો. દિગ્વીજય જાડેજા, ડો. ધવલ કોટડિયા, ડો.ધીરેન શાહ, ડો. વિપુલ આહીર, ડો. હિરેન ધોળકીયા, ડો. ઉલ્લાસ પઢિયાર, સુનિલ અગ્રવાલ, ડો. ચેતન મિસ્ત્રી, ડો. પ્રતિક બુધ્ધદેવ, ડો. વિવેક જોશી, ડો. દિશા ખાનપરા, ડો. નરેશ વરસાણી, ડો. આમિત કથિરીયા, ડો. કપિલ વિરપરીયા, ડો. પ્રાંજલ મોદી, જમાલ રીઝવી, ડો. સુરેશ વગેરેની નોંધનીય સેવા રહી છે.