રાહુલ ગાંધી જાય છે, ગેહલોત આવે છેJune 20, 2019

  • રાહુલ ગાંધી જાય છે, ગેહલોત આવે છે


નવી દિલ્હી: રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા અશોક ગહેલોત ટૂંક સમયમાં જ રાહુલ ગાંધીની જગ્યાએ પાર્ટીના નવા અધ્યક્ષ બની શકે છે. કોંગ્રેસે તેના માટે મન બનાવી લીધું છે અને અશોક ગેહલોતને તેના માટે તૈયાર રહેવાનું પણ કહી દીધું છે. જો કે આ અંગે હજુ કોઇ તસવીર સ્પષ્ટ નથી કે અશોક ગહેલોત એકલા કોંગ્રેસ અધ્યક્ષ હશે કે બીજા બે-ત્રણ નેતાઓને પણ કાર્યકારી અધ્યક્ષ બનાવાશે. પરંતુ એ નક્કી છે કે આવનારા થોડાંક દિવસમાં કોંગ્રેસને

નવા અધ્યક્ષ મળવાનું નક્કી મનાય છે, જે ગાંધી પરિવારમાંથી હશે નહીં તેવી માહિતી સૂત્રો પાસેથી સામે આવી છે. સૂત્રોના મતે અશોક ગહેલોતને કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાજસ્થાનની કમાન ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટને આપી શકે છે. તાજેતરમાં ગેહલોટ અને પાયલટ વચ્ચે વિવાદને લઇ સમાચાર આવ્યા છે. પાર્ટીને લાગે છે કે ગહેલોતને અધ્યક્ષ બનાવાની આ સમસ્યા પણ દૂર થઇ જશે.