ઈલે.વાહનોની રજિસ્ટે્રશન ફી માફJune 20, 2019

  • ઈલે.વાહનોની રજિસ્ટે્રશન ફી માફ

 ઈ-વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો મોટો નિર્ણય
નવીદિલ્હી તા.20
જો તમે પણ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાની તૈયારી કરી રહ્યા હો તો તમારા માટે ખુશખબરી છે. મોદી સરકારે ઇ વ્હીકલને ઉત્તેજન આપવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારનાં નિર્ણય અનુસાર જો તમે ય-દયવશભહય ખરીદો છો તો તમારા રજીસ્ટ્રેશન ફી નહી ચુકવવી પડે. એટલું જ નહી તમે ઇ વ્હીકલની નોંધણી ફરી વાર કરી રહ્યા છો તો તમારે રજિસ્ટ્રેશન ફી પણ નહી ચૂકવવી પડે.
બેટરી ઓપરેટેડ વાહનો પર રજીસ્ટ્રેશન ફી રદ્દ કરવામાં ઇલેક્ટ્રીક વાહનોને ઉત્તેજન આપવા માંગે છે. એવા વાહનો પર રજીસ્ટ્રેશન ચાર્જ હટાવવા મુદ્દે માર્ગ પરિવહન મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન પણ ઇશ્યું કર્યું હતું. નવા નિયમ અનુસાર તમામ પ્રકારનાં ઇલેક્ટ્રીક વ્હીકલ જેવા દ્વિચક્રી, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ઇલેક્ટ્રીક અથવા બેટરી ઓપરેટેડ વાહનો ખરીદવા અંગે હવે રજીસ્ટ્રેશન ફી નહી ચુકવવી પડે.
મોદી સરકારે ટોપ એજન્ડામાં દેશમાં ઇલેક્ટ્રીક વાહનોને ઉત્તેજીત કરવાનો છે. આ જ કારણ છે કે સરકારે ઇ વ્હીકલ મુદ્દે મોટા લક્ષ્ય પણ નિર્ધારિત હોય છે. સરકારે નિશ્ચય કર્યો કે દેશમાં 2023 સુધી થ્રી વ્હીલર અને 2025 સુધીમાં દ્વિચક્રી વાહનોનાં વેચાણ પણ નથી કરવા માંગતી.
આ જ કારણ છે કે મોદી સરકાર એક પછી એક આકરા નિર્ણયો લઇ રહી છે અને આ દિશામાં પગલા પણ

ઉઠાવી રહી છે. હાલમાં પીએમઓએ પણ સલાહ આપી હતી કે, દેશમાં તમામ ઇલેક્ટ્રીક થ્રી વ્હીલર પર નંબર પ્લેટને ફરજીયાત કરવામાં આવવું જોઇએ. માર્ગ પરિવહન મંત્રાલયે ઇ વ્હીકલ થ્રી વ્હીલરની નંબર પ્લેટની લીલી અને સફેદ રંગની હોવા મુદ્દે આદેશ પહેલા જ ઇશ્યું કર્યું હતું.  આવતીકાલની બેઠક બાદ ‘સસ્તે દિન’ આનેવાલે હૈ!
નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલની બેઠક 21 જૂનના રોજ યોજાશે. કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ જીએસટી પરિષદની આ પ્રથમ બેઠક છે. થોડા દિવસો બાદ સરકાર સંસદમાં બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. એવામાં આ વખતે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. સરકાર આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લઇ શકે છે. સૂત્રોના અનુસાર સરકાર તેમાં 18 ટકાના સ્લેબમાં આવનાર સામાન અને સર્વિસને ઓછો ટેક્સ કરી શકે છે. કાઉન્સિલની બેઠક પહેલાં સૂત્રોનું કહેવું છે કે સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલ પર લગાવનાર જીએસટીને પણ ઓછો કરી શકે છે. આ સમાચાર મીડિયા આવ્યા બાદ સ્ટોક માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવનાર કંપનીઓના શેરમાં ઉછાળો આવ્યો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) પર અત્યારે 12 ટકાના દરથી 12 ટકા જીએસટી લાગે છે. સરકાર તેને ઘટાડીને 5 ટકા પર લાવવાની તૈયારી કરી રહી છે.  આ ઉપરાંત ઇવી ચાર્જ પર પણ જીએસટી ઘટાડીને 12 ટકા કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સમાચાર બાદ હિમાદ્વી કેમિકલ્સ, ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડના શેર બજારમાં સારો ટ્રેડ કરી રહી છે. ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડના શેરમાં 6.64 ટકાનો ઉછાળો આવ્યો છે. તમને જણાવી દઇએ કે પેટ્રોલ-ડીઝલના ભાવ અને પેટ્રોલિયમ ઇંધણ પર વધતી નિર્ભરતાને ઓછી કરવા માટે સરકાર પણ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. નીતિ આયોગે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 2030માં ફક્ત ઇલેક્ટ્રિક વાહન વેચવાની યોજના છે. સરકારની યોજના છે કે 2023થી બધા દ્વીચકરી અને ત્રણ પૈડાવાળા વાહનોને વિજળીથી ચલાવવા જોઇએ અને 2026થી બધા કોમર્શિયલ વાહનો ઇલેક્ટ્રિક હોવા જોઇએ. જાણકારો જણાવે છે કે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સના દર ઓછા થતાં ભારત આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે સુલભ થઇ જશે. 18%ના સ્લેબમાં આવતી ચીજવસ્તુઓ ઘટાડાશે અને સર્વિસ પર પણ ૠજઝ ઘટાડાય તેવી સંભાવના