પરમાત્માની પ્રાપ્તિJune 20, 2019

ક સમયની વાત છે એક વખત એક શિષ્ય ગુરુ પાસે ગયો અને પૂછયું કે ગુરુજી સત્યની પ્રાપ્તિ કયાં થાય? ગુરુજીએ જવાબ આપ્યો કે જયાં દુનિયાનો અંત થાય ત્યાં સત્યની પ્રાપ્તિ થાય. એ તો ઉપડયો દુનિયાનો અંત શોધવા. વર્ષો ચાલ્યા બાદ અંતે તે એ જગ્યાએ પહોંચી ગયો જયાં છેલ્લું ગામ હતું. તેણે ગામના લોકોને પૂછયું કે,"દુનિયાનો અંત કેટલે દૂર છે? ગામના લોકોએ જણાવ્યું કે બસ થોડી દૂર જયાં પેલો પત્થર લગાવ્યો છે ત્યાં દુનિયા સમાપ્ત થઇ જાય છે પરંતુ ત્યાં ખતરો છે
તે શિષ્ય હસવા લાગ્યો કે મને શું ડર હું તો એની જ ખોજમાં નીકળ્યો છું. તે આગળ ગયો અને જોયું તો એક તકતી લગાવેલી હતી કે અહીં દુનિયા સમાપ્ત થાય છે. ત્યાં જ તેની નજર નીચે જે ભયાનક ખાડો હતો ત્યાં ગઇ એ એટલો બધો ભયભીત થઇ ગયો કે કાંઇ બોલવા જેવી જ સ્થિતિ ન હતી ત્યાંથી તે એટલી ઝડપથી ભાગ્યો કે સીધો ગુરુના ચરણમાં પહોંચી ગયો. ડરના કારણે તે કાંપી રહ્યો હતો બોલવાની સ્થિતિમાં નહોતો. ગુરુ સમજી ગયા તેણે સસ્મિત પૂછયું કે મામલો શું છે? શિષ્યએ બધી વિગતે વાત કરી ગુરુએ કહ્યું કે તને જે તકતી મળી એ તો ઠીક છે પણ એ તકતીની બીજી બાજુ તે જોઇ હતી ખરી?
"બિલ્કુલ નહીં એ તરફ તો મેં જોયુ જ નથી ગુરુજી બોલ્યા બસ એ જ તારી ભૂલ હતી. બીજી તરફ લખ્યું હતું કે અહીંથી પરમાત્માનો પ્રારંભ થાય છે. દુનિયાદારીની સીમા પૂરી થાય છે ત્યાંથી જ શૂન્યમાં એ નિરાકાર સુધી પહોંચી શકાય છે.