યોગાભ્યાસમાં "ઓમકારનું મહત્વJune 20, 2019

ગાભ્યાસમાં વિવિધ પ્રકારના આસનો, પ્રાણાયામ, બંધ, ષટક્રિયાઓનો સમાવેશ થાય છે. મહર્ષિ પતંજલિએ યોગને આઠ અંગો વાળો ગણાવ્યો છે. આ આઠ અંગોમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે. મનુષ્યના શરીર મૂળભૂત રીતે પાંચ તત્ત્વો (અગ્રિ, પુથ્વી, જલ, વાયુ, આકાશથી બનેલું છે. આયુર્વેદની દ્રષ્ટિએ મનુષ્યના શરીરમાં ત્રણ દોષ (વાત,પિત,કફ)હોય છે. પાંચેય તત્ત્વોને સંતુલિત કરવા માટે ‘ઓમ’એ સર્વશ્રેષ્ઠ મંત્ર છે.
"ઓમકારએ બધાજ મંત્રમાં એકદમ સરળ અને સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે. વળી, ઓમકારને કોઇ ધર્મ સાથે લેવાદેવા નથી. કોઇ પણ ધર્મની વ્યક્તિ તેના જાપ કરી શકે છે. ઓમ એ ત્રણ અક્ષરોથી બનેલ છે. ‘અ’ ઉ, અને મ.’અ નો અર્થ થાય છે. ઉત્પત્ર થવું ‘અકાર’ના અભ્યાસથી નાભિના ભાગમાં કંપન આવે છે ‘ઉ’નો અર્થ થાય છે. ઉત્પત્ર થવું. ‘અકાર’ના અભ્યાસથી નાભિના ભાગમાં કંપન આવે છે ‘ઉ’નો અર્થ થયા છે. ‘ઉઠવું’(વિકાસ)‘ઉકાર’ના અભ્યાસથી હૃદય(હાર્ટ ચક્ર)માં કંપન આવે છે. ‘મકાર’નો અર્થ થાય છે બ્રહ્મલીન થવું ‘મકાર’ના અભ્યાસથી મસ્તિષ્કના ભાગમાં કંપન આવે છે.
સામાન્ય રીતે લોકો ‘ૐ’નો મંત્રોચ્ચાર કરતા હોય છે વૈકલ્પિક રીતે ‘અકાર’ ‘ઉકાર’ અને ‘મકાર’નો અભ્યાસ પણ કરી શકાય. અકારના જાપ કરતી વખતે ધ્યાન નાભિની પાસે રાખવાનું હોય છે. અકારના જાપ કરવાથી વ્યકિતના ક્રોધ, લોભ, ઇર્ષ્યા, વગેરે ઓછા થાય છે અને વાયુ મુદ્રા સાથે અકારના જાપ કરવાથી વા ના રોગમાં પણ ફાયદો થાય છે. ઉકારના જાપ કરતી વખતે ધ્યાન હૃદય(હાર્ટચક્ર)પર રાખવાનું હોય છે અને અપાન મુદ્રા સાથે કરવાથી વિશેષ લાભ થાય છે. જયારે મકારના જાપ કરતી વખતે ધ્યાન આજ્ઞા ચક્ર પર રાખવાનું હોય છે અને જ્ઞાનમુદ્દા સાથે કરવાથી બ્લડ મગજમાં વધુ સારી રીતે પહોંચે છે.
ફાયદાઓ:
હવે તો વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઇ ચૂકયું છે કે ઓમ મંત્રના ઉચ્ચારણથી કલ્પનાતીત ફાયદાઓ થાય છે ઓમ મંત્રને બધા મંત્રોનો રાજા કહેવામાં આવે છે. અને બ્રહ્માંડના સૌથી શકિતશાળી મંત્ર તરીકે માનવામાં આવે છે. ઓમ ના ઉચ્ચારણથી આપણને તો ફાયદો થાય જ છે પણ આસપાસના વાતાવરણમાં પણ સકારાત્મકતા આવે છે આ ઉપરાંત, એકાગ્રતામાં વધારો, રોગપ્રતિકારક શક્તિતમાં વધારો અને તેનાથી લાગણી સંબંધિત રોગોમાં ફાયદો થાય છે હાઇ બીપી નોર્મલ થાય છે ઉપરાત ઓમ ના અભ્યાસ થી ડિપ્રેશન, અનિદ્રા ભય, જેવા રોગમાં ફાયદો થાય છે. તેમજ પાચનતંત્રને લગતી સમસ્યાઓ, શ્ર્વસનને લગતા રોગોમાં પણ ઉપયોગી છે ઓમ મંત્રના નિયમિત અભ્યાસથી નર્વસ સિસ્ટમ પર પણ પ્રભાવ પડે છે.
ઓમ મંત્રના અભ્યાસથી આટ આટલા ફાયદાઓ સાથે એક વાત ખાસ ઘ્યાનમાં રાખવી જરૂરી છે કે રાતોરાત કોઇ પણ ફાયદો થતો નથી. પરંતુ, તેના માટે લાંબા સમય સુધી અને નિયમિત અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે.
સંકલન: ખોડીદાસ એન સોમૈયા ઓમકાર એ બધા જ મંત્રમાં એકદમ સરળ અને સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે, વળી ઓમકારને કોઇ ધર્મ સાથે લેવાદેવા નથી