હાર્દિક સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે પણ ‘હીરો’June 20, 2019

  • હાર્દિક સુરતના ડાયમંડ  ઉદ્યોગ માટે પણ ‘હીરો’

સુરત તા.20
ટીમ ઇન્ડિયાનો ધુરંધર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા લકઝરી લાઇફ જીવવા માટે જાણીતો છે તેણે વર્લ્ડકપની મેચ માટે ખાસ ડાયમંડના બેટ અને બોલના પેન્ડન્ટ બનાવ્યા છે અને બોલની કોર્નર પર કાળો કલર લગાવ્યો છે જેને કારણે નજર નહીં લાગે એવું હાર્દિકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે. સુરતના ડાયમંડ ઉદ્યોગે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે હાર્દિકના ડાયમંડ પ્રેમને કેવી રીતે કેચ કરી શકાય. બીસીસીઆઇએ ટ્વિટ કરેલા વિડીયોમાં ભારતીય ટીમનો બોલર ચહેર હાર્દિક પંડયાનો ઇન્ટરવ્યુ લઇ રહ્યો છે.હાર્દિક માત્ર ડાયમંડ ચેઇન જ નહીં પરતું પેન્ડન્ટ, વોચ, હાથની અંગુઠી બધુ ડાયમંડનું જ પહેરે છે. જાણે કે ડાયમંડની હરતી ફરતી
દુકાન હોય.