વર્લ્ડકપ: આજે અનુભવી ઓસિ. સામે લડાયક બાંગ્લાદેશની ટક્કરJune 20, 2019

નોટિંગહામ તા.20
ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની મેચોમાં અત્યાર સુધીમાં પોતાનું પૂરું વર્ચસ્વ ન જમાવવા છતાં, સેમી-ફાઈનલમાં પહોંચવાના પોતાના પ્રયાસમાં સરળતાપૂર્વક આગેકૂચ કરી છે, પણ અણધાર્યા પરિણામ લાવી આપવા માટે પંકીત બંગલાદેશની ટીમ સામે આજે અહીં રમાનારી આગામી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કાંગારું ખેલાડીએ સાવધ રહેવાની જરૂર છે.
એરોન ફિન્ચના સુકાન હેઠળની ઑસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ-કોષ્ટકમાં મોખરાના સ્થાને રહેતા આયોજક ઈંગ્લેન્ડ જેટલા જ પાંચ મેચમાંથી આઠ પોઈન્ટ મેળવવા છતાં બીજા ક્રમે છે. નેટ રન-રેટના આધારે ઈંગ્લેન્ડ (1.862) કરતા ઑસ્ટ્રેલિયા (0.812) પાછળ છે. જોકે ગુરુવારની મેચ જીતવા ઑસ્ટ્રેલિયા ફેવરિટ છે, પણ બંગલાદેશની ટીમ તેના કાર્યને મુશ્કેલ બનાવી શકે છે જેણે શકિબ અલ હસનની ભવ્ય સદી (124 અણનમ)ના બળે વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપી પોતાની કાબેલિયત દેખાડી આપી હતી.