‘ઘાયલ’ શિખર વર્લ્ડ કપની બહારJune 20, 2019

  • ‘ઘાયલ’ શિખર વર્લ્ડ કપની બહાર
  • ‘ઘાયલ’ શિખર વર્લ્ડ કપની બહાર
  • ‘ઘાયલ’ શિખર વર્લ્ડ કપની બહાર
  • ‘ઘાયલ’ શિખર વર્લ્ડ કપની બહાર

સાઉધમ્પ્ટન તા.20
પોતાના અંગૂઠામાં થયેલા ફ્રેક્ચરમાંથી પૂરતી ઝડપે સાજો ન થઈ શકતો હોવાનું તેની કરાયેલી નવેસરની તપાસમાં માલૂમ પડતા ભારતીય બેટ્સમેન શિખર ધવન હાલમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાંથી બુધવારે બાકાત થઈ ગયો હતો અને તેના સ્થાને યુવાન વિકેટકીપર/બેટ્સમેન રિષભ પંતને ટીમમાં લેવામાં આવ્યો છે. 33 વર્ષના ધવનને ગઈ 9મી જૂને ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી જે કારણે તે શરૂઆતમાં પાકિસ્તાન (16મી જૂન), અફઘાનિસ્તાન (22મી જૂન) અને વેસ્ટ ઈન્ડિઝ (27મી જૂન) સામેની ત્રણ મેચમાંથી બાકાત થઈ ગયો હતો.
ધવને તેની ઈજા છતાં ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં પીડા સાથે રમી સદી ફટકારી હતી, પણ જાણવા મળ્યું હતું કે તે ફટકાબાજ ઓપનર ઈંગ્લેન્ડ સામે બર્મિંગહામમાં રમાનાર આગામી મેચ માટે 30મી જૂન સુધીમાં પૂરો સાજો થઈ શકતો નથી. બી. સી. સી. આઈ. (બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા)ના ભારતની ટીમના વહીવટી મેનેજર સુનીલ સુબ્રમણિયમે કહ્યું હતું કે ધવન ઈજામાંથી સમયસર સાજો થઈ શકનાર નથી.
ધવનને સાજો થવા માટે ભારતની ટીમના સત્તાવાળાઓએ થોડી રાહ જોવાનું પસંદ કર્યા બાદ, 21 વર્ષના દિલ્હીના પંતને સંભવિતપણે તેની બદલીના ખેલાડી તરીકે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યો હતો અને હવે ધવનની ગેરહાજરીમાં તેને રમવાનો મોકો મળી રહેશે. છેલ્લાં એક વર્ષમાં પોતાના અસાધારણ ફોર્મ છતાં, વર્લ્ડ કપની ટીમમાં નાપસંદગી થવા બદલ મોટો વિવાદ જગાવેલ પંતના ટીમમાં સમાવેશને મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરે આવકાર્યો હતો.
પંતે ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસોમાં ટેસ્ટ સદી ફટકારી બધાને પ્રભાવિત કર્યા હતા તથા તાજતેરમાં આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં પણ તેણે કુલ 488 રનનો સારો દેખાવ કર્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્ર્વર કુમારને પણ પગના સ્નાયુમાં ઈજા થઈ છે અને તે ત્રણ મેચમાં રમી શકનાર નથી તથા તેની ફિટનેસ પર ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાત ધ્યાન આપી રહ્યા છે, એમ ટ્રેનર શંકર બાસુએ કહ્યું હતું.
ઇન્ડિયા
ધવન: હાથના અંગૂઠામાં ફ્રેક્ચરને કારણે બહાર.
ભૂવનેશ્ર્વર: સાથળના સ્નાયુઓમાં દુખાવો.
અફઘાનિસ્તાન
શાહઝાદ: ઘૂંટણની ઈજાને કારણે બોર્ડે પાછો બોલાવ્યો, શાહઝાદ કહે છે કે હું ફિટ છું.
ઑસ્ટ્રેલિયા
સ્ટોઇનિસ: કમરના સ્નાયુઓમાં દુખાવો
ઇંગ્લેન્ડ
જેસન રોય: સાથળના સ્નાયુઓમાં દુખાવો
સાઉથ આફ્રિકા
ડેલ સ્ટેન: ખભાની ઈજાને લીધે બહાર. ઘાયલ ધવન થયો ભાવૂક
નવી દિલ્હી: ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન આઈસીસી વિશ્વ કપ-2019થી બહાર થઈ ગયો છે. તેના હાથના અંગૂઠામાં ઈજા છે અને તે ટૂર્નામેન્ટ સુધી સ્વસ્થ થવાની સ્થિતિમાં નથી. ટીમ મેનેજર સુનિલ સુબ્રામણ્યમે સાઉથેમ્પ્ટનમાં બુધવારે મીડિયાને વાત કરીને આ વાતને સમર્થન આપ્યું હતું. આ સાથે બીસીસીઆઈએ ટ્વીટ કરીને ધવનને બહાર થવાની જાહેરાત કરી હતી. વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ શિખર ધવને ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે. ધવને વીડિયોમાં કહ્યું, તે જણાવતા હું ભાવુક છું કે હું હવે વિશ્વકપ 2019મા ટીમ ઈન્ડિયાનો ભાગ રહીશ નહીં. દુર્ભાગ્યથી મારો અંગૂઠો સમય પર ઠીક ન થયો. પરંતી ટૂર્નામેન્ટ ચાલું રહેવી જોઈએ... હું મારી ટીમના સાથિઓ, ક્રિકેટ પ્રેમિઓ અને દેશભરના પ્રેમ અને સમર્થન માટે આભારી છું. તેણે કહ્યું, હું વિશ્વકપ પૂરો કરવા ઈચ્છતો હતો પરંતુ હવે સમય આવી ગયો છે કે હું અહીંથી વિદાય લઈને સ્વસ્થ થઈને ટીમમાં પરત ફરુ. ટીમની સાથે મારી શુભકામનાઓ છે. ધવન પહેલા ટીમ મેનેજર સુનિલે કહ્યું, ધવનના ડાબા હાથમાં ફ્રેક્ચર છે. ઘણી નિષ્ણાંતોની સલાહને માનતા ધવન જુલાઈના મધ્ય સુધી દેખરેખમાં રહેશે. તેથી તે આઈસીસી વિશ્વ કપ-2019ની બાકીની મેચોમાં ભાગ લઈ શકશો નહીં. અમે આઈસીસીને રિષભ પંતને ધવનના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરવાની અપીલ કરી છે. બીસીસીઆઈએ ધવનની ઈજાને લઈને ટ્વીટ કર્યું, ધવનના ડાબા હાથમાં ફ્રેક્ચર છે. તેને પાંચ જૂને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં ઈજા થઈ હતી.