જાદૂગરનો જ ખેલ ખતમJune 19, 2019

કોલકાતા 18
પશ્ર્ચિમ બંગાળમાં કોલકાતા સ્થિત હાવડા બ્રિજ પાસે ગંગામાં ડુબી જવાથી એક જાદુગરનું મોત થયું છે. રવિવારે આ જાદુગરે જાદુ બતાવવા માટે પોતાને લોખંડની ચેનથી
હાથ-પગ બાંધીને નદીમાં ડુબકી લગાવી હતી.
ઘણો સમય વિતી ગયો પણ જાદુગર બહાર આવ્યો ન હતો, ત્યારબાદ દર્શકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસના કહ્યાં પ્રમાણે મૃતક જાદુગરની ઓળખાણ ચંચળ લાહિરી(41 વર્ષ) તરીકે થઈ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગંગામાં લાશની તપાસ કરી રહ્યાં છે.
કલેક્ટર સૈયદ વકાર રજાએ જણાવ્યું કે, જાદુગર ચંચલે ક્રેનની મદદથી નદીમાં ડુબકી લગાવી હતી. તે દર્શકોને બતાવવા માંગતો હતો કે નદીની અંદર જાદુથી પોતાના હાથ પગ ખોલીને બહાર આવશે. જો કે, આવું થઈ શક્યું ન હતું.
જાદુગર ચંચલ પશ્વિમ બંગાળના સોનારપુર શહેરનો રહેવાસી છે. પહેલા પણ તે બે વખત આવું જાદુ બતાવી ચુક્યો છે. 2013માં જાદુ બતાવતી વખતે મરતા મરતા બચ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, ચંચળે ગંગામાં જાજુ બતાવવા માટે પોલીસની મંજૂરી પણ લીધી હતી. તેમ છતા ત્યાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.