અમરેલી જિલ્લામાં લૂંટ, હત્યા, ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલ ગેન્ગના નવ શખ્સો ઝડપાયાJune 19, 2019

અમરેલી,તા.19
અમરેલી સહિત પાંચ જીલ્લામાં હત્યા, લુટ, ચોરી કરી તરખાટ મચાવનાર એક મહિલા સહિત નવી સભ્યોની બોટાદની દેવીપુજક ગેંગને અમરેલી એસ.ઓ.જી. પોલીસે પકડી પાડી પંદર ગુન્હાઓના ભેદ ખોલી રૂા.પાંચ લાખનો મુદામાલ ઝડપી લીધેલ હતો. હજુ વધુ ગુન્હાઓનો ભેદ અને વધુ આરોપીઓ સામેલ હોવા અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ ગત તા.9 ના રોજ રાત્રીનાં સમયે બાબરા તાલુકાના દરેડ ગામની સીમમાં વાડીએ સુતેલા ભરવાડ દંપતિ ઉપર જીવલેણ હુમલો કરી સોના-ચાંદીના દાગીનાં તેમજ રોકડ રકમ સહીત રૂા.1.પર લાખની લુંટની ઘટનામાં અમરેલી એસ.ઓ.જી. પોલીસના પીએસઆઈ આર.કે. કરમટાની ટીમે લુટની ઘટનાનું બારીકાઈ નિરીક્ષણ કરી ગુન્હો આચરવાની રીત ઉપરથી બોટાદમાં રહેતી ગેંગના મકાનની તલાસીલેતા આ ગેગના સભ્યો લુંટ કરવા જવાની તૈયારી માટે એકઠા થયેલ હતા. ત્યારે પોલીસે એકજ પરીવારનાં એક મહિલા સહિત નવ શખ્સોની પુછપરછ માટે અટક કરી અમરેલી લાવવામાં આવેલ હતા.
પોલીસે અટક કરેલા ચંદુલખુ જીલીયા, ઉજીબેન ઉર્ફે બાવલી ચંદુ વાઘેલા, વિશુ ઉર્ફે નનુચંદુ લખુ જીલીયા, હરેશ ઉર્ફે ભુરી ચંદુ જીલીયા, કાળુ લખુ જીલીયા, કિશન ઉર્ફે ખીમો બચુ વાઘેલા, મુકેશ ઉર્ફે મુકો ભાવુ આડમીયા, મુકેશ ઉર્ફે ભયલુ ભાવુ ઉર્ફે બાબુ વાઘેલા રે. તમામ બેટાદ અને ફલજી જીલુ સાઢમીયા રે. હાલ ચોટીલા સહીત ગેંગના નવ સભ્યોની આગવી ઢબે પુછ પરછ કરતાં સમગ્ર સૌરાષ્ટ્ર સહીત બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર જીલ્લામા લુંટ, હત્યા, ચોરી કરી તરખાટ મચાવી હાહાકાર મચાવનાર ગેંગના પર્દાફાશ કરેલ હતો.
ખુંખાર ગેગ દ્વારા પહેલા સીમ વિસ્તારમાં આવેલા મકાનો અને ત્યાં નિવાસ કરતાં રહીશોની રેકી કરવામાં આવતી હતી . અને હત્યા, લુંટ- ચોરીમાં પોલીસના હાથે ઝડપાયેલ નહી તે અંગે નિર્જન વિસ્તાર પસંદ કરવામાં આવતો હતો. આ ગેંગ છેલ્લા બે વર્ષથી સક્રિય થયેલ હતી. જેમાં એકજ પરિવારનાં ભાઈઓ-સસરા,જમાઈ જ હોવાનો પર્દાફાશ થયેલ હતો.
ગુન્હાને અંજામ આપતાં પહેલા મોન્ડેશ ઓપરેન્ડીમાં મુખ્ય આરોપી ચંદુ લખુ જીલીયા અને તેની પત્ની બાવલી ઉર્ફે ઉજીબેન આગલા દિવસે વાડી વિસ્તારની રેકી કરી બીજા દિવસે સગા-સબંધીની ગેગ સાથે મોટર સાયકલ ઉપર આવી ખેતરોમાંથી જ બાવળનાં ધોકા કાપી ભરનિદ્રામાં સુતેલાને આડેધડ માર મારી કોઈ પ્રતિકાર કરે કે હોબાળો બચાવે તેની હત્યા નિપજાવી લુંટ ચલાવી નાસી જતા હતા.લુંટને અંજામ આપવા રાત્રીનાં બાવલી ઉર્ફે ઉજીબેન પુરૂષનાં કપડા ધારણ કરી લેતી હતી. જેથી મહિલા તરીકે ઓળખાય ન જાય. ખતરનાક ગેંગ લુંટના ઈરાદે હત્યાને અંજામ આપતી હતી.
ઝડપાયેલ ગેંગ દ્વારા તા.9-6-19 નાં રોજ બાબરાનાં દરેડ ગામની સીમમાં વૃધ્ધ ભરવાડ દંપતિને માર-મારી લુંટ કરેલ, ગત તા.30-પ ના રોજ ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં ઘંટીયા ગામે કરેલ ચોરી, ચોટીલાનાં મોરસલ ગામની સીમમાં કરેલ ચોરી, સાયલા તાલુકાનાં સુદામડા ગામે કરેલ ચોરી, ધોળકાનાં આંબારેલી સીમેજની સીમમાં કરેલ લુંટ, સુ.નગરના જોબાળ, ખીતલા અને ચોટીલા પાસે દેહવર ચોકડીએ સાધુને મારીનેચલાવેલ લુંટ, આ ઉપરાંત સુ.નગરના બોરાણા ગામે થયેલ મહિલાની હત્યા અને લુંટ તેમજ અમદાવાદનાં ગલસાણા ગામની વાડીમાં થયેલ હત્યા,ભાવનગરનાં ધાંધળી ગામની સીમમાં ધારીયા, ભાલુ અને લાકડીથી સંજય બિજલ પરમારની બેરહેમીથી નિપજાવેલ હત્યા. સુ.નગરનાં વાટા વચ્છ ગામની સીમમાં વૃધ્ધ દંપતિની નિર્મમ હત્યા અને લુંટ સહીત નવ લુંટ અને ચોરી તેમજ છ જેટલી હત્યા અને લુંટ સહીત કુલ 1પ જેટલા ગુન્હાની કબુલાત આપેલ હતી.
પોલીસે દેવીપુજક ગેંગ પાસેથી સોના-ચાંદીના દાગીના, મોબાઈલ, મોટર સાયકલ સહીત કુલ રૂા. 4,93,રર1 નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ હતો. હત્યા,લુંટ, ચોરી કરી તરખાટ મચાવી પોલીસની નિંદર હરામ કરનાર દેવીપુજક ગેંગ ઝડપાતા પોલીસ છાવણીમાં પણ હર્ષની લાગણી છવાયેલ હતી. ભાવનગર રેંજ નાયબ પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર તેમજ અમરેલી એસ.પી. નિર્લિપ્ત રાય, ઈન્ચાર્જ પોલીસ અધીક્ષક એમ.એસ. રાણાએ અમરેલી એસ.ઓ.જી. ટીમની મોટી સફળતાને અભિનંદન આપેલ હતા. ગેંગ લુંટ-ચોરીનો માલ કયાં વેચેલ છે. તે અંગે તપાસ હાથ ધરાયેલ છે.