જૂનાગઢ પીજીવીસીએલ કચેરીમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના ધરણાJune 19, 2019

જુનાગઢ તા. 19
જૂનાગઢમાં વીજ શોક લાગવાથી ગાયના થયેલ મોત અને અધિકારીએ અણછાજતું વર્તન કર્યાના આક્ષેપ સાથે વીશ્ર્વ હીન્દુ પરીષદે પીજીવીએલની કચેરીએ રામધૂન કરી હતી.
જો કે, અધિકારીએ અણછાજતું વર્તન ન કર્યાનું જણાવ્યું હતું.
જૂનાગઢમાં તાજેતરમાં પડેલાં વરસાદ સમયે એક ગાયનું
વીજ શોક લાગવાતથી મોત પીજીવીસીએલના એક અવિકારીએ રજૂઆત કરવા જનાર સામે અણછાજતું વર્તન કર્યુ. હોવાના આક્ષેપ સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદના આગેવાને અને કાર્યકરો પીજીવીસીએલની કચેરીએ દોડી ગયા હતા. ત્યારે જવાબદાર અધિકારી હાજર ન હોવાથી. વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા કચેરીમાં રામધૂન અને હનુમાન ચાલીસા બોલી હતી. જો કે, બાદમાં અધિકારી આવી ગયાં હતાં
અને આવું કંઇ ન કયું હોવાનું જણાવ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં
વૃક્ષારોપણ
પર્યાવરણ જાળવણી સાથે જુનાગઢની સિવિલ હોસ્પિટલને હરીયાળી બનાવવાના પ્રયાસો સાથે 1500 વૃક્ષોનું વાવેતર હાથ ધરવામાં આવી રહ્યું છે.
શહેરના મજેવડી દરવાજા નજીક આવેલ 8 માળની વિશાળ સિવિલ હોસ્પિટલ પાસે એટલી જ વિશાળ અને ખૂલી જગ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડર ડો. ભાવેશ બગડા આર.એમે.ઓ સોલંકીની હોસ્પિટલને પર્યાવરણની દૃષ્ટિએ સમુધ્ધ બનાવવા અને હોસ્પિટલને હરીયાળી બનાવવાના નેમ સાથે આંબો, આસોપાલવ, ગુલમોહર, પીપળો, લીમડાની સાથે બગીચો બનાવવા ગુલાબ, મહેશ, જાસુદ, દાડમ, જામફળ, કરેણ, ડોલર, સાગ, ચંદન, ગરમાળાનો સમાવેેશ કરવામાં આવ્યો છે તથા વૃક્ષોનું જટીન થઇ સારી રીતે ઉછેર પામે તે માટે સંકલ્પો પણ લેવામાં આવી રહ્યો છે.