અમરેલીથી નાથદ્વારા માટેની બસ સેવા શરૂ કરવાની માંગJune 19, 2019

અમરેલી તા,19
અમરેલી જિલ્લામાંથી એકપણ ખાનગી બસ કે એસ.ટી. બસ વૈશ્ર્ણવ સંપ્રદાયના આસ્થાના કેન્દ્ર સમા શ્રીનાથજી (નાથદ્વારા) જતી ન હોય વૈશ્ર્ણવ સમાજના લોકો તથા હિન્દુ સમાજનાં લોકોને ભગવાન શ્રીનાથજીનાં દર્શન કરવા રાજસ્થાનમાં આવેલ નાથદ્વારા જવા માટે ખૂબજ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો અમરેલીથી દરરોજ નાથદ્વારા બસ શરૂ કરવા માટે રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
અમરેલી શહેરમાંથી દર પૂનમના દિવસે અનેક લોકો નાથદ્વારા પૂનમ નિમિતે ભગવાન શ્રીનાથજીના દર્શને જાય છે અને સામાન્ય દિવસોમાં પણ આ બસને પુરતો ટ્રાફીક મળી શકે તેમ હોય આ રૂટ પર એસ.ટી. બસ શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
રાજસ્થાનમાં આવેલ નાથદ્વારામાં સામાન્ય દિવસોમાં ભગવાનના દર્શન કરવા માટે લોકોએ રાજકોટ અથવા અમદાવાદ ખાનગી બસનો સહારો લેવો પડે છે જેને લઇ અનેક મુશ્કેલીઓ ભોગવી પડતી હોય અમરેલીથી નાથદ્વારા બસ શરુ કરવા માટે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત થવા પામી છે.